કુમારસ્વામિએ સાબીત કરી બહુમતીઃ ફ્લોર ટેસ્ટ પહેલા જ ભાજપનું વોકઆઉટ/ અમેરિકામાં આઈફોનની ડિઝાઈન કોપી કરવાના કેસમાં સેમસંગને ૩૬૦૦૦ કરોડનો દંડ / અમિત શાહ જો નિતીન પટેલને મંત્રી પદેથી હટાવશે તો જોડાશે અમારી સાથેઃ હાર્દિક પટેલ / રોહિંગ્યાના મ્યાનમાર પાછા ફરવાની વાતચીતમાં મોદી સહયોગ કરેઃ શેખ હશીના /

તળાવની પાળેથી ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઝડપાયાઃ રોકડ, વાહન સહિતનો મુદ્દામાલ ઝબ્બે

જામનગર તા. ૯ ઃ જામનગરના લાખોટા તળાવના પાછળના ભાગમાંથી ગઈકાલે બપોરે જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે પકડી ચાર વાહન પણ ઝબ્બે લીધા છે.

જામનગરના લાખોટા તળાવના પાછળના ભાગ પાસે આવેલા ગેઈટ નં.૧ના ખૂણામાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો એકઠા થઈ ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના શિવભદ્રસિંહ, ફિરોઝ ખફી તથા યોગરાજસિંહને મળતા તેઓએ સ્ટાફને સાથે રાખી દરોડો પાડયો હતો.

આ સ્થળે ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ધર્મેન્દ્ર મનસુખભાઈ અઘેરા, કાંતિભાઈ મનહરલાલ વાઘવાણી, પ્રકાશ ગોવિંદભાઈ ગોરી, ચંદુલાલ રીજુમલ બુટાણીં તથા દિવ્ય કેશુભાઈ નંદા ઉર્ફે ભૂરો નામના પાંચ શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૦૩૭૦ રોકડા અને રૃા.૧ લાખ ર૦ હજારના ચાર વાહન કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ કાર્યવાહીમાં પીઆઈ કે.આર. સકસેનાની સૂચનાથી સ્ટાફના હે.કો. એલ.સી. જાડેજા, એમ.જે. રાણા, અશોક સોલંકી, રવિ બુજડ, સંજય પરમાર, રામદેવસિંહ સાથે રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00