ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને ચેતવણીઃ જો પોતાનું વલણ નહીં સુધારે તો સામાન પર ૧૦ ટકા એકસ્ટ્રા ટેક્સ લગાવવામાં આવશે / અમેરીકાએ બનાવ્યું વિશ્વનું સૌથી પાવરફુલ કોમ્ય્યુટર એક સેકન્ડમાં ર લાખ ટ્રિલીયન ગણતરી કરી શકે છે / આખરે બીજેપી-પીડીપીનું કજોડું તૂટયુંઃ ભાજપે ફાડયો પીડીપીથી છેડો / અમેરીકન પ્રમુખે આપ્યો સ્પેસ ફોર્સ રચવાનો આદેશઃ આ સેના બનાવવાના અમેરીકા પ્રથમ દેશ

દલિતોની જમીનમાં માથાભારે તત્ત્વોના દબાણોઃ બૌદ્ધ સમાજ દ્વારા રજૂઆત

જામનગર તા. ૮ઃ જામનગર જિલ્લામાં સરકારશ્રી દ્વારા અનુસૂચિત જાતિના લોકોને સાંથણીની જમીન આપવામાં આવી હતી. જે જમીન પર દલિતો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ કેટલાંક ગામોમાં દલિતોને મળેલી સાંથણીની જમીન પર માથાભારે તત્ત્વો દ્વારા દબાણો કરી, જમીન પચાવી પાડી અનુસૂચિત જાતિના લોકોને હેરાન-પરેશાન કરવામાં આવે છે.

ભૂમાફિયાઓ તેમજ સંબંધિત કચેરીના સર્વેયરો અને અધિકારીઓની મીલીભગતથી દલિતોની જમીનો પર માથાભારે તત્ત્વો કબજો જમાવી રહ્યા છે. બાલાચડી ગામના મુરીબેન કારાભાઈ મકવાણાનું આધાર-પૂરાવા સાથે દૃષ્ટાંત રજૂ કરીને જામનગર બૌદ્ધ સમાજના પ્રમખુ ધીરજલાલ ગોહિલે જિલ્લા કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી દલિતોને થઈ રહેલા અન્યાય સામે કડક પગલાં ભરવા માંગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00