દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

હાલારમાં છેલ્લા ચાર દિવસમાં તાપમાનમાં પ.પ ડિગ્રીનો વધારો થતા લોકો ગરમીથી પરેશાન

જામનગર તા. ૮ઃ સમગ્ર હાલાર પંથકમાં દિન-પ્રતિદિન તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સૂર્યનારાયણના આકરા તાપથી છેલ્લા ચાર દિવસમાં ગરમીમાં પ.પ. ડિગ્રીનો વધારો થયો છે. વધતી જતી ગરમીથી લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. આજનું મહત્તમ તાપમાન ૩પ.૪ ડિગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં અનુભવાતી બેવડી ઋતુ વચ્ચે ગરમીમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. વહેલી સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકાથી વધારે હોવાથી લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો, પરંતુ આકાશમાં સૂર્ય દેવતાએ તેમના આકરા તાપ સાથે દેખા દેતા ભેજના પ્રમાણ સાથે ઠંડીનું પ્રમાણ ઘટી ગયું હતું અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું હતું. બપોર સુધીમાં તાપમાનનો પારો ૩પ ડિગ્રીને વટાવી જતા લોકો ગરમીથી પરેશાન થયા હતાં.

જામનગર, ધ્રોળ, જોડિયા, ફલ્લા, કાલાવડ, જામજોધપુર, ભાટિયા, ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા વિગેરે જગ્યાએ સવારે દસ થી સાંજના પાંચ વાગ્યા દરમિયાન સૂર્ય દેવતાના આકરા તાપના અનુભવથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જામનગરમાં પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩પ.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૬.૩ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું મહત્તમ પ્રમાણ ૯ર ટકા અને લઘુત્તમ પ્રમાણ ૧૮ ટકા રહ્યું હતું તથા પવનની ગતિ પ્રતિકલાકની ૧૦ કિ.મી.થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00