વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યુ ગ્રહણઃ જાપાને બુલેટ ટ્રેન માટેનું ફંડિંગ અટકાવ્યું / ચીનની ર૦૦ અબજની પ્રોડક્ટ ઉપર અમેરિકાએ ટેરિફ  ઝીંક્યો / ભારતીય સેનાની વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકથી ફફડી ઉઠયું પાકિસ્તાન /

વાહન ચોરીના ગુન્હામાં એક શખ્સને પકડી પાડતી પોલીસ

જામનગર તા.૧૩ ઃ જામનગરના પટેલ કોલોની મેઈન રોડ પરથી બાર દિવસ પહેલા ટીવી સાથેના એક્ટિવા સ્કૂટરની ઉઠાંતરી થઈ હતી જેની હાથ ધરાયેલી તપાસમાં એક શખ્સ ત્રણ ચોરાઉ વાહન સાથે ઝડપાઈ ગયો છે તેણે પોતાના સાગરિતનું નામ આપ્યું છે.

જામનગરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતા નિલેશભાઈ મહેશભાઈ કણઝારિયા નામના ઈલેકટ્રીશિયન ગઈ તા.૧ની રાત્રે એક ગ્રાહકનું એલઈડી રીપેરીંગમાં લેવા માટે ગયા હતા. તેઓ પટેલ કોલોની મેઈન રોડ પર આવેલી એક પાનની દુકાન પાસે રૃા.૩ર૦૦ની કિંમતનું મોનીટર પોતાના જીજે-૧૦-એજે ૩૧૦૪ નંબરના એક્ટિવા પર રાખીને ગયા પછી કોઈ શખ્સ ટીવી સાથેનું એક્ટિવા હંકારી ગયો હતો જેની નિલેશભાઈએ સિટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

તે દરમ્યાન સિટી-બીના પીઆઈ કે.પી. જોષી તથા સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સર્વેલન્સ સ્ટાફના પો.કો. જોગીન્દરસિંહ તથા જયપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, રામનગર નજીક આવેલા ખોળમીલના ઢાળિયા પાસે એક શખ્સ ચોરાઉ સ્કૂટર સાથે આંટા મારી રહ્યો છે.

આ બાતમીથી પીઆઈ કે.પી. જોષીને વાકેફ કરાયા પછી પીએસઆઈ વી.એસ. લાંબાના વડપણ હેઠળ એએસઆઈ પી.એમ. જાડેજા, હે.કો. ભગીરથસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ, લાખનસિંહ, અમિત નિમાવતને સાથે રાખી વોચ ગોઠવવામાં આવી હતી જેમાં બેડેશ્વરની દિવેલિયા ચાલીમાં રહેતો રમઝાન એલિયાશ પલેજા શંકાસ્પદ એક્ટિવા સાથે મળી આવ્યો હતો. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે આ વાહન ચોરાઉ હોવાનું અને ધુંવાવમાં રહેતા પોતાના મિત્ર હરેશ કોળીએ અન્ય બે વાહન પણ આપ્યાની કબૂલાત આપતા પોલીસે બે એક્ટિવા, એક એકસેસ કબજે કરી રમઝાનની ધરપકડ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00