૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

પાકિસ્તાન પરિણામો ભોગવવા તૈયાર રહેઃ રક્ષામંત્રી

નવી દિલ્હી તા. ૧૩ઃ સુજવાં આર્મી કેમ્પ પર આતંકી હુમલા પછી રક્ષામંત્રી નિર્મલા સીતારામને પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું છે કે હવે પરિણામો ભોગવવા પાકિસ્તાન તૈયાર રહે.

જમ્મુના સુજવાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો અને શ્રીનગરના કરન વિસ્તારમાં સીઆરપીએફના હેડક્વાર્ટર પર આતંકી હુમલાના પ્રયાસ પછી રક્ષામંત્રી નિર્મલા સીતારામને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. સુજવાં આર્મી કેમ્પ પર હુમલામાં ૬ સૈનિકો શહીદ થયા હતાં અને કેટલાક ઘાયલ પણ થયા હતાં. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં મુલાકાત પછી સીતારામને કહ્યું કે પાકિસ્તાનને હવે પરિણામો ભોગવવા પડશે.

ગુપ્તચર માહિતીના આધારે સીતારામને કહ્યું કે આ હુમલો જૈસ-એ-મોહમ્મદે કર્યો હતો. આ હુમલાનો માસ્ટર માઈન્ડ મસુદ અઝહર છે, જે પાકિસ્તાનમાં છે. તેમણે કહ્યું કે અનેક વખત કહેવા છતાં પાકિસ્તાનના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. સીતારામનના આ નિવેદન પરથી સંકેતો મળી રહ્યા છે કે ભારત પાકિસ્તાન સામે કોઈ કડક કાર્યવાહી કરશે.

નિર્મલા સીતારામને પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે જે આતંકવાદીઓએ સુજવાં પર હુમલો કર્યો, તેને સીમાપારથી નિમંત્રિત કરાઈ રહ્યા હતાં. જૈસ-એ-મોહમ્મદના જે ગ્રુપે આ હુમલો કર્યો, તેઓ થોડા દિવસો પહેલા ભારતમાં ઘૂસી આવ્યા હોય અને તેઓને સ્થાનિક સહયોગ પણ મળ્યો હોય, તેવી સંભાવના છે. હજુ પણ આતંકવાદીઓ હુમલો કરી શકે તેમ હોવાથી સુજ્વાંના ફેમિલી ક્વાર્ટર્સની આજુબાજુ ક્વિક રિસ્પોન્સ ટીમને તૈનાત કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન પીર-પંજાબની પહાડીઓ સુધી પોતાની આતંકવાદી પ્રવૃત્તિઓ વિસ્તારી રહ્યું છે. ઘૂસણખોરોને મદદ કરવા માટે જ પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. ભારતમાં હિંસા ફેલાવતા આતંકવાદીઓને પાકિસ્તાનથી ઓપરેટ કરાઈ રહ્યા છે, જેનો ભારત કડક જવાબ આપશે.

આ હુમલાની તપાસ એનઆઈએ કરી રહ્યું છે, અને એકત્રિત કરાયેલા પુરાવાઓનું ડોઝિયર પાકિસ્તાનને સુપ્રત કરાશે. આ પ્રકારના હુમલાઓના અનેક ડોઝિયર પાકિસ્તાનને સુપ્રત કરાયા છે, પરંતુ પાકિસ્તાન તેના સંદર્ભે કોઈ કદમ ઊઠાવી રહ્યું નથી.

સીતારામને કહ્યું કે અનેક વખત પૂરવાર થયું છે કે ભારતમાં આતંકવાદી ઘટનાઓ પાછળ પાકિસ્તાનનો જ હાથ છે. હવે સરહદે નિગરાની વધુ તેજ બનાવાશે અને જવાનોને વધુ અત્યાધુનિક હથિયારોથી સજ્જ કરાશે. તેમણે કહ્યું કે જવાનોની કુરબાનીઓ બેકાર નહીં થાય અને પાકિસ્તાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. સીતારામનના આ નિવેદન પછી પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00