ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

બાર વર્ષથી બીએલઓની ફરજો બજાવતા મશરીભાઈ કરમૂરને મળ્યા છે બબ્બે એવોર્ડ

ખંભાળીયા તા. ૧૬ઃ સામાન્ય રીતે દર ત્રણ વર્ષ માટે શિક્ષકોને બીએલઓની ચૂંટણી કામગીરીમાં મૂકવામાં આવે છે. ત્યારે ત્રણ વર્ષ કેમ પૂરા થાય તેની રાહ કર્મચારી જોતા હોય પણ ખંભાળીયાની આંબાવાડી શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મશરીભાઈ લાખાભાઈ કરમૂર કંઈક ઔર જ છે. સતત બાર વર્ષથી બીએલઓની કામગીર કરનાર આ શિક્ષક અગાઉ જ્યારે માનદ્ વેતન પણ અપાતું ન હતું ત્યારથી સેવા આપી રહ્યા છે તથા બે-બે વખત તેમને જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

માસ્ટર ટ્રેનર તથા બીએલઓ ઉપરાંત મામલતદાર કચેરી કહે તે કામગીરી કરવા તત્પર રહેતા મશરીભાઈ કરમૂર આ વધારાની પ્રવૃત્તિની સાથોસાથ શાળાની બિનશૈક્ષણિક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે.

તેઓ કહે છે કે બીએલઓની કામગીરીમાં પરેશાની જેવું કાંઈ જ નથી, ઉલટાનું લોકોનો ઘેર-ઘેર સંપર્ક કરવાથી સંબંધો ગાઢ બને છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00