શિક્ષણમંત્રીએ કહ્યું મનમાની ચલાવતી શાળાઓ સામે લેવાશે આકરા પગલાં / આતંકીને ડીનરમાં આમંત્રણ આપવા માટે કેનેડિયન સાંસદે માંગી માફી / હોસ્પિટલમાંથી રજા મળતા જ પારિકર પહોંચ્યા વિધાનસભાઃ રજૂ કર્યું બજેટ /

જામનગરના ૩૪ સ્લમ વિસ્તારોની બાદબાકીઃ ભભૂકતો રોષ

જામનગર તા. ૯ઃ જામનગર શહેરના ૬૧માંથી ૩૪ સ્લમ વિસ્તારોની બાદબાકી કરી નાખવામાં આવતા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

જામનગરના એડવોકેટ હારૃન પલેજાએ આ રજુઆતમાં જણાવ્યું છે કે રાજ્ય આવાસ યોજનાની ગાઈડલાઈન મુજબ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સહિતનાઓ દ્વારા તા. ૦૬-૦૨-૧૭ના ઠરાવના અનુસંધાને ૩૪ સ્લમ વિસ્તારોની બાદબાકી કરી નાખવામાં આવી છે. કોઈપણ જાતની તપાસ વગર અને ભેદભાવભરી નીતિના કારણે આમ કરાયું છે.

બેડીના ગરીબનગર, બેડેશ્વર, ધરારનગર, જોડીયાભુંગા વિસ્તારોમાં ૩૬ વર્ષથી કોઈ પાયાની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી નથી. આ પછી ૨૦૦૬ના વર્ષમાં વિસ્તારને મહાનગરપાલિકામાં ભેળવી દેવાયો હતો. પરંતુ આજ સુધી મેઈન રોડ બનાવાયા નથી. આ વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, પ્રાથમિક સુવિધાઓ અપૂરતી છે.

આમ છતાં ૩૪ વિસ્તારોને સ્લમ વિસ્તારમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. સત્વરે આ અંગે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00