દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

'રંગમતિ-નાગમતિ' તથા યાવર કાદરીના ઉર્દુ ગઝલ સંગ્રહ 'ગર્દે-સફર'નું લોકાર્પણ

જામનગર તા. ૮ઃ ગુજરાત બિરાદરી જામનગર તથા થિકિંગ ટુ ગેધર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧.૩.ર૦૧૮ ને રવિવારે સાંજે પાંચ કલાકે શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગરમાં સ્થાનિક કવિઓના હરકિસન જોષી સંપાદિત કાવ્ય સંગ્રહ 'રંગમતિ-નાગમતિ' તેમજ નગરના પ્રસિદ્ધ ઉર્દુ શાયર યાવર કાદરીના હિન્દી લિપિમાં પ્રકાશન પામેલ ઉર્દુ ગઝલ સંગ્રહ 'ગર્દે-સફર'ના લોકાર્પણના કરવામાં આવશે.

ગુજરાત બિરાદરીના ડો. પ્રફુલ્લ દવે સ્વાગત પ્રવચન કરશે. ત્યારપછી ઉપસ્થિત અગ્રણી સારસ્વતોના હસ્તે 'રંગમતિ-નાગમતિ' તથા 'ગર્દે-સફર'નું લોકાર્પણ કરવામાં આવશે. આ  તકે 'રંગમતિ-નાગમતિ' કાવ્ય સંગ્રહના પ્રકાશક કવિ ત્ર્યંબકલાલ જોષીનું તેમજ યાવર કાદરીનું સન્માન કરવામાં આવશે.

આ પ્રસંગે ગૌરવ પુરસ્કાર વિજેતા પ્રસિદ્ધ કવિ-વિવેચક ડો. અશોક ચાવડા 'બેદિલ' યાવર કાદરીની શાયરી વિશે 'રંગમતિ-નાગમતિ' કાવ્યસંગ્રહના સંપાદક હરકિસન જોષી નગરની સર્જનયાત્રા વિશે તેમજ વરિષ્ઠ શિક્ષણવિદ્ સાહિત્યકાર અને વિવેચક પ્રો. લાભશંકર પૂરોહિત  નગરની કાવ્યોપાસના અંગે વક્તવ્ય આપશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાર્થભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે જામનગરના વયોવૃદ્ધ કવિ ત્ર્યંબકલાલ જોષીના સંકલ્પ અંતર્ગત નગરના ઈતિહાસકાર અને વરિષ્ઠ સિદ્ધહસ્ત સાહિત્યકાર હરકિસનભાઈ જોષીએ આઝાદી પછીના વર્તમાન સુધીના જામનગરના કુલ પ૯ સર્જકોના કાવ્યોનું સંપાદન 'રંગમતિ-નાગમતિ' પુસ્તકરૃપે કર્યું છે. આ સંગ્રહ સ્થાનિક કાવ્ય જગત માટે એક દસ્તાવેજ સમાન બની રહેશે. ગુજરાત બિરાદરીના ડો. પ્રફુલ દવે તથા થિકિંગ ટુ ગેધરના કિશોરભાઈ સોનીએ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સાહિત્યપ્રેમી પ્રજાને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00