ત્રિજા દિવસે તોગડિયાએ કર્યા પારણાઃ કહ્યું મારી લડાઈ ચાલુ જ રહેશેઃ / બીટકોઈન કેસ મામલે અડાલજ પાસે ક્રાઈમ બ્રાન્ચે પીઆઈ અનંત પટેલની કરી ધરપકડ /
જામનગર તા.૧૬ ઃ જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ટોપી ખરીદવા આવેલા ચાર શખ્સોએ દુકાનદારને પાઈપ વડે માર મારી દુકાનમાં તોડફોડ કરતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા અને ટાઉનહોલ પાસે ભારત સ્કૂલ બેગ નામની દુકાન ધરાવતા સલીમભાઈ બાબુભાઈ બ્લોચ ગઈકાલે સાંજે પોતાની દુકાને હાજર હતા ત્યારે ટોપી ખરીદવા માટે ચાર શખ્સો દુકાનમાં આવ્યા હતા.
આ શખ્સોએ અલગ અલગ ટોપી બતાવવાનું કહ્યા પછી દુકાનદાર સલીમભાઈ સાથે ઝઘડો શરૃ કર્યાે હતો. આ વાત વધી પડતા ચારેય શખ્સોએ પોતાની પાસે રહેલા પાઈપ વડે સલીમભાઈ પર હુમલો કરી તેઓનો હાથ ભાંગી નાખ્યો હતો અને દુકાનમાં પાઈપ ફટકારી નુકસાની સર્જી હતી ત્યાર પછી આરોપીઓ નાસી ગયા હતા. આ બાબતની સલીમભાઈએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫, ૪૨૭, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.