૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

જામનગર નજીક કનસુમરામાં પંચકોશી સમસ્ત ભરવાડ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાશેઃ ૮૯ યુગલો પ્રભૂતામાં પગલાં માંડશે

જામનગર તા. ૧૩ઃ જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક-માલધારી સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત અગિયારમા સમૂહ લગ્નોત્સવમાં ૮૯ યુગલો આગામી તા. ૧૮.ર.ર૦૧૮ ના લગ્નગ્રંથીથી જોડાશે. પછાતમાંય સૌથી પછાત એવા ભરવાડ સમાજમાં કુરિવરાજોને તિલાંજલિ આપવા ગોપાલક-માલધારી સમૂહલગ્ન સમિતિ દ્વારા અગિયારમા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કનસુમરા-જામનગરમાં શ્રી આશાપુરા હોટલની બાજુમાં, રેલવે સાંઢિયાપુલ પાસેના વિશાળ પટાંગણમાં કરવામાં આવ્યું છે. જેમાં ૮૯ નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાશે.

સમૂહલગ્નનો મુખ્ય હેતુ દીકરા-દીકરીના લગ્ન પ્રસંગમાં થતા બિનજરૃરી ખર્ચ રોકવા, બાળલગ્નને તિલાંજલિ આપવા, કુરિવાજો અને કન્યાવિક્રયમાંથી મુક્ત કરવા તેમજ શિક્ષણના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવી સમાજને ઉપયોગી થવાનો હેતુ છે. હાલ ભરવાડ સમાજના આર્થિક રીતે સદ્ધર પરિવારો પણ સમૂહલગ્નના કાર્યક્રમમાં જોડાવા તત્પર બન્યા છે. સમૂહલગ્ન સમિતિના માધ્યમથી છેલ્લા એક દશકામાં છએક હજાર જેટલા નવદંપતીઓ સમૂહલગ્નમાં જોડાયા છે.

આ સમૂહલગ્નમાં નવદંપતીઓને એકાવન જેટલી ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. સ્ટીલનો કબાટ, સેટી-પલંગ, પથારી સેટ, સોનાના દાણા, પાનેતર, ટ્રાવેલ બેગ, બાજોઠ-પાટલા, કાંડા ઘડિયાળ, દીવાલ ઘડિયાળ, સ્ટીલના બેડાં, સ્ટીલની કોઠી, કાંસાની તાંસળીઓ તેમજ ઘર-વપરાશની ચીજવસ્તુઓ, ઠામ-વાસણ દાતાઓ તરફથી કન્યાદાનમાં મળેલ છે.

આ પ્રસંગે સમાજના આસ્થાના પ્રતીક સમા શ્રી ઝાઝાવડા દેવ-થરાના પૂ. મહંતશ્રી ઘનશ્યામપુરીજી, જામનગર આણદાબાવા સેવા સંસ્થાના પૂ. મહંતશ્રી દેવપ્રસાદબાપુ, નગા લખાબાપાની જગ્યા-મોટી બોરૃના લઘુ મહંતશ્રી પૂ. નામદેવ ભગત તથા દ્વારકાની શ્રી મુળવાનાથની જગ્યાના પૂ. મહંતશ્રી રઘુબાપા તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતો-મહંતો તેમજ શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે.

તા. ૧૭.ર.ર૦૧૮ ના મંડપારોપણ સમૂહલગ્નના સ્થળ પર યોજાશે. તેમાં તમામ ૮૯ કન્યાઓ પોતાના વરદ્ હસ્તે માણેક-સ્તંભ રોપશે. રાત્રે ભવ્ય સંતવાણી-લોકડાયરો યોજવામાં આવ્યો છે. તા. ૧૮.ર.ર૦૧૮ ના જામનગરના પ્રસિદ્ધ એમ.કે. ઈવેન્ટ દ્વારા લગ્નવિધિ દરમિયાન પ્રાચીન લગ્નગીતો રજૂ થશે. આ ઉપરાંત સમાજના ભાઈ-બહેનો ઢોલ-શરણાઈ તેમજ ડી.જે. સાઉન્ડના તાલે ભરવાડોનું પરંપરાગત હૂડો-નૃત્ય રજૂ કરશે.

અગિયારમા સમૂહલગ્નમાં જોડાયેલ તમામ ગોપ કન્યાઓને ગુજરાત સરકારશ્રીના સમાજ કલ્યાણ વિભાગ-વિકસતિ જાતિ દ્વારા 'કુંવરબાઈનું મામેરૃ' તેમજ 'સાત ફેરા સમૂહલગ્ન યોજના' હેઠળ દરેક કન્યાને રૃા. ર૦,૦૦૦ ની આર્થિક સહાય સમૂહલગ્ન સમિતિના માધ્યમથી આપવામાં આવશે.

સમૂહલગ્ન સાથે જામનગર શહેર-જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા વ્યસન મુક્તિ અભિયાનનું પ્રદર્શન સમૂહલગ્નના સ્થળે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર જિલ્લામાં તાજેતરમાં ચૂંટાયેલા ભરવાડ સમાજના સરપંચશ્રીઓનો સન્માન સમારોહ તેમજ સરકારી કર્મચારી તરીકે નવનિયુક્ત યુવા-યુવતીઓનો અભિવાદન કાર્યક્રમ પણ યોજવામાં આવેલ છે. આ પ્રસંગે સામાજિક ક્રાંતિના વિચારને સાર્થક કરવા 'બેટી બચાવો-બેટી વધાવો-બેટી પઢાઓ'નો સંકલ્પ નવદંપતીઓ પાસે કરાવી 'અવતરવા દઈએ દીકરીને' આહ્વાન સાથે 'નાનું કુટુંબ-સુખી કુટુંબ' પર ભાર મૂકવામાં આવશે. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભ્રુણહત્યા, બાળલગ્ન તેમજ કન્યાવિક્રયને તિલાંજલિ આપવાના શપથ લેવડાવવામાં આવશે.

અગિયારમા સમૂહલગ્નોત્સવ-ર૦૧૮ ને સફળ બનાવવા ભરવાડ સમાજના આગેવાનો, યુવાનો વિવિધ સમિતિના માધ્યમથી જહેમત ઊઠવી રહ્યા છે. સ્વયંસેવકોની જુદી-જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે. જામનગર શહેર-જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠનના પ્રમુખશ્રીઓ શ્રી પૂનમભાઈ બાંભવા, શ્રી અરજણભાઈ ઝાંપડા તેમજ યુવા સંગઠનના તમામ હોદ્દેદારો સતત કાર્યરત છે. ગોપાલક-માલધારી સમૂહલગ્ન સમિતિ વતી શ્રી વેજાભાઈ જોગસવા તથા શ્રી મનોજભાઈ ચાવડિયા સમગ્ર વ્યવસ્થા જાળવવામાં  માર્ગદર્શન આપી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00