ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

ઓખાની પેસેન્જર જેટી પર ફીશીંગ બોટ બાર્જ સાથે ટકરાતા જળસમાધી

ઓખા તા.૧૬ ઃ ઓખાની પેસેન્જર જેટી પર ગઈરાત્રે બારેક વાગ્યે ફીશીંગ કરી પરત ફરી રહેલી બોટ જેટી પર લાઈટ વગર બંધ પડેલા એક બાર્જ સાથે ટકરાતા માછીમારી બોટે જળસમાધી લીધી છે જ્યારે તેમાંથી ઉથલી પડેલા માછીમારોને બચાવી લેવાયા છે.

ઓખા નજીકના બેટ-દ્વારકામાં રહેતા હારૃન ઝીકર ચંગડા નામના આસામીની નારણ પ્રસાદ નામની માછીમારી બોટ ગઈરાત્રે બારેક વાગ્યે દરિયામાંથી પરત ફર્યા પછી ઓખા પેસેન્જર જેટી નજીક લાંગરવા માટે લાવવામાં આવી રહી હતી.

આ વેળાએ પેસેન્જર જેટી પાસે એક બાર્જ બંધ હાલતમાં પડયું હતું જેમાં કોઈપણ જાતનું સિગ્નલ લગાડવામાં આવ્યું ન હતું કે લાઈટ પણ ચાલુ ન હતી તેથી અંધારામાં નારણ પ્રસાદ નામની બોટ તે બાર્જ સાથે અથડાઈ પડી હતી. અથડાયા પછી માછીમારી બોટમાં રહેલા નવ માછીમારો દરિયામાં ઉથલી પડતા તેઓએ ચીસો પાડી હતી. આ વેળાએ જ જેટી પર હાજર લોકોએ માછીમારોને બચાવવા માટેના પ્રયાસો શરૃ કર્યા હતા તે દરમ્યાન બોટે જળસમાધી લઈ લીધી હતી. માછીમારોના જીવ બચાવવા માટે આદરાયેલી જહેમતના અંતે નવેનવ માછીમારીઓને સહી સલામત હાલતમાં કાંઠે લાવવામાં આવ્યા હતા. આ બનાવની તંત્રને જાણ કરવામાં આવી છે. જ્યારે દરિયામાં ગરક થયેલી બોટનો હજુ સુધી કોઈ પત્તો લાગવા પામ્યો નથી. બચી ગયેલા માછીમારોના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00