જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

પોશિત્રા પાસે ખાનગી કંપનીના વીજ થાંભલાઓ તોડી નંખાયા

જામનગર તા.૧૧ ઃ દ્વારકાના પોશિત્રા પાસે આવેલા તાતા કંપનીના ચાર થાંભલાઓને કોઈ શખ્સોએ તોડી નાખતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

ઓખામંડળના મીઠાપુરમાં આવેલી તાતા કેમિકલ્સ કંપની દ્વારા પોશિત્રા ગામની સીમમાંથી પસાર કરવામાં આવેલી ઈલેકટ્રીક લાઈનમાં સોમવારની રાત્રિથી મંગળવારની સવાર સુધીમાં નુકસાની થયાનું જાણવા મળતા કંપનીના સિક્યોરિટી ઓફિસર મહેન્દ્રસિંહ એ. ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

ત્યાં કંપની દ્વારા ઉભી કરવામાં આવેલી ઈલેકટ્રીક થાંભલાની લાઈનમાં એર વાલ્વ નં.ર અને ૩ વચ્ચેના ચાર થાંભલા તૂટેલા જોવા મળ્યા હતા. આથી સિક્યોરિટી ઓફિસરે કોઈ શખ્સોએ કંપનીને ઉપરોક્ત નુકસાની પહોંચાડયાની ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૨૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription