હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

જામનગરના કારખાનામાં વસવાટ કરતા નેપાળી પરિવારની પુત્રીનો ગળાફાંસો

જામનગર તા.૮ ઃ જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરના એક કારખાનામાં વસવાટ કરતા નેપાળી દંપતીની અઢાર વર્ષની પુત્રીએ ગઈકાલે અકળ કારણસર ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંંકાવી છે. પોલીસે તપાસ શરૃ કરી છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા રૃષિ બ્રાસ નામના કારખાનામાં બનાવી આપવામાં આવેલા ચોકીદારના ઓરડામાં રહેતા મૂળ નેપાળના કર્ણબહાદુર ભુગબહાદુર પરિયા અને તેમના પત્ની ધનમાયાબેન તે કારખાનામાંં ચોકીદારી કરવાની સાથે પોતાની પુત્રી સંગીતાબેન (ઉ.વ.૧૮) સાથે ત્યાં જ રહે છે.

તે દરમ્યાન ગઈકાલે બપોરે કર્ણબહાદુર અને ધનમાયાબેન કારખાનામાં હતા ત્યારે તેઓના ઓરડામાં એકલી રહેલી પુત્રી સંગીતાએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનો કઠોર નિર્ણય કરી પોતાની ચુંદડી ઓરડાની છતમાં રહેલા એન્ગલમાં પરોવી ગાળિયો બનાવી ગળાફાંંસો ખાઈ લીધો હતો જેની માતા-પિતાને જાણ કરાતા તેઓએ રડારોળ કરી હતી. બનાવની જાણ થતા દોડી આવેલા પીએસઆઈ મોરીએ મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે અને માતા ધનમાયાબેનનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00