દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જોડીયામાં ખેડૂતોને નડતા પ્રશ્નો અંગે કોંગ્રેસનું આવેદન

જોડીયા તા. ૧૩ઃ રાજ્યમાં ખેડૂતોની કથળતી જતી સ્થિતિને વાચા આપવા જોડીયા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોહનભાઈ પોપાભાઈ પરમારની આગેવાની હેઠળ પાઠવાયેલા આવેદન પત્રમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યમાં નિયમ વિરૃદ્ધ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે.

નવી જમીન માપણીનાં આધારે થયેલા પ્રમોલગેશન રદ કરવા જૂની માપણી અને તેનાં આધારે બનેલું લેન્ડ રેકોર્ડની માન્યતા ચાલુ રાખવા અને ભ્રષ્ટાચારની તપાસ કરી ખેડૂતોને ન્યાય આપવો, સાનુકૂળ સમયે ખેડૂતોને વીજળી મળે તેવી વ્યવસ્થા કરવી, કેનાલ સબ કેનાલનાં અધુરા કામ પૂરા કરવા, બાકી વિજ જોડાણો સત્વરે આપી દેવા. ખેત પેદાશોનાં પોષણ ક્ષમ ભાવ આપવા, પાક વીમાની રકમની ચૂકવણી કરવા, ખેડૂતો ઉપર થતા અત્યાચાર, દમન થતા અટકાવવા જોઈએ.

કૃષિ મેળાનાં નામે થતા તાયફા કરતા ખેડૂતોને ખરેખર લાભ મળે તેવા નિર્ણય કરવા જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00