જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

સમગ્ર હાલારમાં મેઘાડંબર વચ્ચે જામજોધપુરમાં વરસાદ

જામનગર તા.૧૧ ઃ જામનગર જિલ્લામાં ગોરંભાયેલા આકાશ વચ્ચે આજે જામજોધ૫ુર પંથકમાં ચાર મી.મી. વરસાદ વરસ્યો હતો. આ સિવાય સમગ્ર હાલાર કોરોધાકોર રહ્યો છે. બીજી તરફ આગામી દિવસોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલથી સમગ્ર હાલાર પંથકમાં મેઘાડંબર જળવાયો છે. પરંતુ મેઘ મહેર થતી નથી.

આજે સવારે જામજોધપુર પંથકમાં ઝરમર વરસાદ થતા ચાર મીમીનું ઝાપટું વરસ્યું હતું. અન્યત્ર સમગ્ર હાલારમાં મેઘરાજાએ હાજરી પુરાવી ન હતી. બીજી તરફ હવામાન ખાતાએ આગામી બે દિવસમાં વરસાદની આગાહી કરી છે, આથી તંત્ર પણ સાબદુ બન્યુું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription