દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

મોદી સરકાર સામે વિપક્ષી મોરચો રચવા સોનિયા ગાંધીની ડિનર ડિપ્લોમસી

નવી દિલ્હી તા. ૧૩ઃ મોદી સરકાર સામે વિપક્ષી મોરચો રચવા માટે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ ડિનર ડિપ્લોમસીનો સહારો લીધો છે અને આજે વિપક્ષી નેતાઓને ડિનર માટે બોલાવ્યા છે. વિપક્ષોમાં રાહુલ ગાંધીની નેતાગીરી સ્વીકારવા માટે હિચકિચાટ જોવા મળતો હોવાથી વર્ષ ર૦૧૯ સુધી તેઓ સ્વયં નેતૃત્વ સંભાળવા તૈયાર હોવાનું જાણવા મળે છે. ભાજપનો વિજયરથ રોકવા માટેનો આ પ્રયાસ સફળ રહેશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજે તેમના નિવાસસ્થાને તમામ વિરોધ પક્ષના નેતાઓને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું છે. ભાજપના એકધારા આગળ વધી રહેલા વિજયી અશ્વને રોકવા વિપક્ષોને એકતાંતણે બાંધવા આ ડિનર બેઠકમાં વિચાર-વિમર્શ થશે.

આ ડિનર પૂર્વેની બેઠકોમાં ૧૮ પક્ષોના નેતા અથવા તેમના દૂતો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ઉ.પ્ર.માંથી સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ, બહુજન સમાજવાદી પક્ષના બહેન માયાવતી, બંગાળના તૃણમુલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનરજી અને મહારાષ્ટ્રના એનસીપી પક્ષના વડા અને પૂર્વ સંરક્ષણ મંત્રી શરદ પવારે હાજર રહેવા માટે હજુ સુધી સંમતિ દર્શાવી નથી. વડાપ્રધાન મોદીનો સામનો કરવા માટે તમામ વિરોધ પક્ષોના નેતાઓનું ગઠબંધન રચવા સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી એ સહુ સમજે છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે, સમયની માંગ છે કે સહુ સાથે મળીએ. આજે ત્રીજા-ચોથા મોરચાનો કોઈ મતલબ નથી.

રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને પવાર અને મમતા જેવા નેતાઓના મનમાં એક ઉચાટ-તનાવ છે. આ હિચકિચાટ જોતા સોનિયા ગાંધી ર૦૧૯ સુધી આ સંભવીત મહાજોડાણની કમાન પોતાના હાથમાં રાખવા માંગે છે. મમતા બેનરજી તરફથી તેમના દૂતો ડેરેક ઓ બ્રાયન અને સુદીપ બેનર્જી આ બેઠકોમાં સામેલ રહેશે. આમ મમતાએ અંતર જાળવી રાખ્યું છે. તો માયાવતીએ હજુ પોતાના પાના ખોલ્યા નથી.

આજના ડિનરમાં આરજેડીના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામેલ થનાર છે. એનડીએ સાથે છેડો ફાડી ચૂકેલા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને પણ આ બેઠકમાં ઉપસ્થિત થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી આયોજીત આ ડિનર પાર્ટીમાં વિપક્ષના કોણ કોણ નેતા સામેલ થશે તે અંગે અટકળો થઈ રહી છે.

તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પણ એનડીએથી અલગ થઈને બિનભાજપ, બિનકોંગ્રેસ ગઠબંધન બનાવવાનો સંકેત આપી દીધો છે. એટલું જ નહીં, આના નેતૃત્વ માટે પણ તૈયારી બતાવી છે. તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી પણ આમાં સામેલ થવા માટે આગળ આવી ચૂક્યા છે. મમતા બેનર્જી પોતે પોતાના સ્તર પર ભાજપને હરાવવા માટે ત્રીજા મોરચાનું નેતૃત્વ કરવા માંગે છે.

આજે ડિનર બેઠક પછી ઘણી બાબતો ક્લીયર થઈ જશે, પરંતુ ભાજપ અને મોદી જવાળની વચ્ચે અત્યારે તો કોંગ્રેસ અને બીજા તમામ પક્ષોએ સહુથી વિકલ્પ-મહાગઠબંધન ઉપર કામ શરૃ કરી દીધું છે. સોનિયાજીના દૂતો છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે કે, કમ-સે-કમ શરદ પવાર અને મમતા બેનરજી આજના રાત્રિ ભોજનમાં સામેલ થાય, પરંતુ આ નેતાઓ સ્વયં આવવાના બદલે તેઓના પ્રતિનિધિઓને મોકલવાની વાત કરી રહ્યા છે, જો કે વિપક્ષો વર્ષ ર૦૧૯ ની ચૂંટણી પહેલા ભાજપ સામે એક સંયુક્ત મોરચો ઊભો કરીને મોદી સરકારને પછડાટ આપશે, તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ ડિનર ડિપ્લોમમેસી દ્વારા સોનિયા એક તીરથી બે નિશાન સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓને ડિનર પર બોલાવીને તેઓ એ સાબિત કરવા માગે છે કે, વિકલ્પમાં ગઠબંધનનું નેતૃત્વ કોંગ્રેસ પાસે છે. સોનિયા ગાંધીનો એક મેસેજ એવો છે કે, મમતા અને પવારના ત્રીજા મોરચાની આગેવાનીનો પ્રયત્ન મહત્ત્વનો નથી. આ સંજોગોમાં મમતા અને શરદ પવારનું ડિનરથી દૂર રહેવું પણ કોંગ્રેસ માટે એક મોટી સમસ્યા ઊભી કરી શકે છે.

જો કે કોંગ્રેસનું માનવું છે કે, મોદી વિરૃદ્ધ દરેક વિપક્ષે એક જુથ થવું જ પડશે અને તે સમગ્ર વિપક્ષની જવાબદારી છે. આ વિશે કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીનું કહેવું છે કે, સમયની માગ છે કે બધા સાથે આવે. આજે ત્રીજા અને ચોથા મોરચાનો કોઈ અર્થ નથી. મોદી સરકારને સત્તાથી દૂર કરવી હોય, તો વિપક્ષોની સંપૂર્ણ એક્તા જ એકમાત્ર વિકલ્પ છે.

 

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00