દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

ભાણવડમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડોઃ ચાર વર્લીભક્તો આબાદ ઝડપાયા

જામનગર તા.૧૩ ઃ ભાણવડમાં ગઈકાલે ત્રાટકેલી સ્ટેટ મોનીટરીંગ સેલે ચાર શખ્સોને વર્લીના આંકડા લેતા પકડી પાડયા છે. જ્યારે એક શખ્સ નાસી ગયો છે. ઉપરાંત ખંભાળિયામાંથી ચાર વર્લીભક્તો ઝડપાયા છે અને એલસીબીએ ભરાણામાંથી એક શખ્સને વર્લીના આંકડા લેતો દબોચી લીધો છે.

ભાણવડના તકિયાપાડામાં કેટલાક શખ્સો વર્લીના આંકડા લેતા હોવાની બાતમી મળતા ગઈકાલે સાંજે ગાંધીનગરથી રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી હતી તેણે તકિયાપાડામાં રહેતા ઈમરાન મહંમદઅલી રાઠોડ, કાસમ રહીમ કાદરી, રઝાક જુસબ હિંગોરા, રફીક અલારખા બ્લોચ નામના ચાર શખ્સોને પોલીસે જાહેરમાં વર્લીના આંકડા લેતા પકડી પાડયા છે. જ્યારે તેઓની પાસેથી કપાત લેતો હરિયો દરબાર નામનો શખ્સ નાસી ગયો છે. મોનીટરીંગ સેલના પો.કો. પી.એસ. ઠાકરે ઉપરોકત સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ શખ્સોના કબજામાંથી પાંચ મોબાઈલ તથા રૃા.૯૪૪૦ રોકડા મળી કુલ રૃા.૧૩૯૪૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે.

ખંભાળિયા નગરપાલિકાના બગીચામાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો વર્લી-મટકાના આંકડા લઈ રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. આ સ્થળેથી ધીરજ નાનજીભાઈ પાઉં ઉર્ફે ગબ્બર, ચંદ્રેશ જયંતિભાઈ મારૃ, અજાભાઈ ગગુભાઈ કારિયા તથા દીપક હરીભાઈ ચોપડા નામના ચાર શખ્સો મળી આવ્યા હતા. આ શખ્સોના કબજામાંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રૃા.૩ હજાર કબજે કરી પોલીસે જુગારધારાની કલમ-૧ર (અ) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં ગઈકાલે એલસીબીએ ચેતન જમનાદાસ સવજાણી નામના શખ્સને વર્લીના આંકડા લખી જુગાર રમાડતો પકડી પાડયો છે તેના કબજામાંથી રૃા.૪૨૦૦ મળી આવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00