દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણઃ પહેલા દિવસે એક પણ કોપી કેસ નહીં

ખંભાળિયા તા. ૧૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રહી હતી અને ચેકીંગ દરમિયાન ગેરરીતિ કે કોપી કરવાનો એક પણ કેસ નોંધાયો નથી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ધો. ૧૦ માં ગુજરાતી નવો-જુનો કોર્ષ તથા ધો. ૧૦ માં અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી નવો-જુનો કોર્ષ તથા ધો. ૧ર માં સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્ત્વો અને ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં એક પણ ગેરરીતિનો કેસ ના નોંધાયાનું જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાળિયાએ જણાવ્યું હતું.

ગઈકાલે ધો. ૧૦ નું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર અત્યંત સરળ નીકળ્યું હતું તથા સરળ પ્રશ્નો અને રનિંગ પોઈંટના નિબંધ, અહેવાલ સરળ રહ્યા હતાં તો ધો. ૧ર ના નામાના મૂળ તત્ત્વોમાં આ વર્ષે પ્રથમ વખત નવા કોર્સનું પેપર હોય, અત્યંત સરળ સરવૈયા, વાર્ષિક હિસાબો તથા ભાગીદારી જેવા અઘરા ચેપ્ટરના દાખલા સહેલા પૂછ્યા હતાં તો ધો. ૧ર ભૌતિક વિજ્ઞાન સામાન્યમાં પણ ૮૦ ટકા જેટલું અત્યંત સરળ અને મહેનતુંને ખૂબ લાભ થઈ જાય તેવું પેપર નીકળ્યું હતું તથા એમ.સી.ક્યુ. અને થીયરી બન્ને ટેક્સ બુક પર આધારીત હોય, ટેક્સબુક તૈયારી કરનારને બખ્ખા થઈ ગયા હતાં.

દ્વારકા જિલ્લો છેવાડાનો હોવા છતાં વ્યવસ્થામાં શ્રેષ્ઠ છે. અન્ય જિલ્લાઓમાં સી.સી. ટી.વી., નગરના બિલ્ડીંગો હોય, ટેબલેટ્સ બોર્ડ મૂક્યા છે. ત્યારે દેવભૂમિ જિલ્લામાં ધો. ૧૦/૧ર સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના તમામ બિલ્ડીંગો સી.સી. ટી.વી.થી સજ્જ છે તથા તેનું રોજરોજનું રેકોર્ડીંગ પણ થઈ રહ્યું છે.

ડુમરાળિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અને ઉ.મા.શિ. બોર્ડ દ્વારા સ્પેશ્યલ સ્ક્વોડ ફાળવાયેલ છે. જેમાં બોર્ડના સદસ્યની આગેવાનીમાં ચેકીંગ કાર્યવાહી સમગ્ર જિલ્લામાં થશે. આ ઉપરાંત જિલ્લા પરીક્ષા સમિતિના કન્વિનર શ્રી જિલ્લા કલેક્ટર જે.આર. ડોડિયા દ્વારા રેવન્યુ સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે જેમાં રેવન્યુ અધિકારીઓ પરીક્ષા સ્થળે મુલાકાત લઈને ચેકીંગ કરશે. આ ટીમમાં ડે. કલેક્ટર જોષી, ડે. કલેક્ટર જાડેજા, ડે. કલે. મંડોત વિગેરેનો સમાવેશ કરાયો છે.

દેવભૂમિ દ્વારકા જિ.શિ. કચેરી બોર્ડની જાહેર પરીક્ષાઓના સંદર્ભમાં ખાસ કંટ્રોલ રૃમ શરૃ કરાયો છે. આ કંટ્રોલ રૃમમાં વિમલભાઈ કિરત સાતા તથા આર.કે. ફણગા વિગેરે અધિકારીઓ કાર્યરત છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00