નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

પ્રોવિડન્ડ ફંડના વ્યાજદર યથાવત રહેવાના સંકેતોઃ ર૧મી ના બેઠક

મુંબઈ તા. ૧૩ઃ પાંચ કરોડ ખાતાધારકો માટે પ્રોવિડન્ડ ફંડના વ્યાજદર યથાવત રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે.

રિટાયરફંડ બોડી ઇપીએફઓ વર્ષ ૨૦૧૭-૧૮ માટે તેના પાંચ કરોડ અથવા તો ૫૦ મિલિયન ધારકો માટે પ્રોવિડન્ડ ફંડ (પીએફ) વ્યાજદરને ૮.૬૫ ટકાના દરે યથાવત જાળવી રાખે તેવી શક્યતા છે. તેના ટ્રસ્ટીની અતિ મહત્વપૂર્ણ બેઠક ૨૧મી ફેબ્રુઆરીના દિવસે મળનાર છે. આ બેઠક પર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

સુત્રોએ કહ્યુ છે કે એમ્પ્લોઇસ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઇઝેશન ((ઇપીએફઓ) દ્વારા આ નાણાંકીય વર્ષ માટે વ્યાજદર ૮.૬૫ ટકા જાળવી રાખવા અંતરને ભરવા માટે આ મહિનાની શરૃઆતમાં ૨૮.૮૬ અબજ રૃપિયાની કિંમતના એક્સચેંજ ટ્રેડેડ ફંડ(ઇટીેએફ) વેચી દીધા હતા. તેને ૧૬ ટકા રિટર્ન મળતા રકમ ૧૦.૫૪ અબજ રૃપિયા રહી હતી. આ રકમ આ નાણાંકીય વર્ષમાં ૮.૬૫ ટકા વ્યાજદરની ચુકવણી કરવા માટે પુરતી છે.

તમામ લોકો જાણે છે કે અપીએફઓ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માટે ડિપોઝિટ પર ૮.૬૫ ટકા વ્યાજ ચુકવવાની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૧૫-૧૬માં વ્યાજદર ૮.૮ ટકા રહ્યો હતો. ૨૧મી ફેબ્રુઆરીના દિવસે મળનારી બેઠક પર તમામ ધારકો નજર રાખી રહ્યા છે. આ વ્યાજદરનો મામલો હમેંશા ખુબ સંવેદનશીલ રહે છે. જેથી ટ્સ્ટીની બેઠકમાં તમામ પાસા પર વિચારણા કરવામાં આવ્યા બાદ જ કોઇ અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે.

હાલમાં વ્યાજદર પહેલા કરતા ઓછો છે. ઓછો વ્યાજદર હોવાના કારણે આની સાથે કેટલીક વખત સંબંધિત સંસ્થાની સામે વાંધો પણ ઉઠાવવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00