ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વાહનચાલકો પરેશાનઃ લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી

જામનગર તા. ૯ઃ જામનગરમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડી તો બપોરે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતા મોડી રાત્રે તથા વહેલી સવારે વાહનચાલકો પરેશાન થઈ ગયા હતાં. આજનું લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું.

જામનગરના લોકો એક જ દિવસમાં બેવડી ઋતુનો અનુમાન કરી રહ્યા છે જેમાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે તો બપોરે સૂર્યનારાયણ તેમના ગરમ મિજાજનો અનુભવ કરાવતા લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ગત્ મોડી રાતથી આજ વહેલી સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

આજરોજ પૂરા થતાં ચોવીસ કલાકનું લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી અને મહત્તમ તાપમાન ર૮.૭ ડિગ્રી રહ્યું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૦ થી ૯ર ટકા વચ્ચે રહ્યું હતું અને પવનની ગતિ પ્રતિકલાકના ૧૦ કિ.મી.થી ૧પ કિ.મી. રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00