૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

દેશના અગીયાર જેટલા મુખ્યમંત્રીઓ ક્રિમિનલ કેસોમાં આરોપીઃ એક રિપોર્ટ

નવી દિલ્હી તા. ૧૩ઃ એક રિપોર્ટ મુજબ દેશના ૩૧ રાજ્યોના મુખ્યમંત્રીઓ પૈકી ૧૧ મુખ્યમંત્રીઓ કાનૂનની દૃષ્ટિએ આરોપી છે, કારણ કે તેની સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે, જો કે આ કેસો પૂરવાર ન થાય, ત્યાં સુધી તેઓને અપરાધી માની શકાય નહીં. એસોસિએશન ફોર ડેમોક્રેટિક હિફોર્મ્સની નેશનલ ઈલેક્શન વોચ બ્રાન્ચે જાહેર કરેલા એક રિપોર્ટ મુજબ દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત હાલમાં ૩૧ રાજ્યોના મુખ્યમંત્રીઓ પૈકી ૧૧ સામે ક્રિમિનલ કેસો નોંધાયા છે, જે ૩પ ટકા થાય છે. સૌથી વધુ રર ક્રિમિનલ કેસો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર  ફડણવીસ સામે થયા છે, તેમાંથી ત્રણ ગંભીર પ્રકારના છે. આ રિપોર્ટ મુજબ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, દિલ્હીના અરવિંદ કેજરીવાલ, ઝારખંડના રઘુવરદાસ, ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ, તેલંગણાના કે.કે.સી. રાવ, કેરળના પિનરાઈ વિજયન, જમ્મુ-કાશ્મીરના મહેબુબા મુફ્તી, આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુ અને પંજાબના કેપ્ટન અમરિન્દરસિંઘના નામો પણ સામેલ છે. ફડણવીસ પછી દ્વિતીય ક્રમે કેરલના મુખ્યમંત્રી છે, જેના પર ૧૧ ક્રિમિનલ કેસો છે, જ્યારે ત્રીજા નંબરે અરવિંદ કેજરીવાલ સામે ૧૦ કેસો નોંધાયા છે, જો કે ગંભીર પ્રકારના કેસોમાં કેજરીવાલ નંબર ૧ છે, કારણ કે તેના પર ગંભીર પ્રકારના ચાર કેસો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00