બિહારમાં સ્કૂલથી ૫રત આવી રહેલા બાળકોને કારે કચડયાઃ ૯ બાળકોના મૃત્યુ / મોદીની પર૩ કરોડની ર૧ પ્રોપર્ટી કરાઈ જપ્ત ઃ કુલ ૬૯૩૯ કરોડની કરાઈ જપ્તી / વેરાવળમાં દલિત યુવાનને જીવતો સળગાવવા ૪ શખ્સોએ કર્યાે પ્રયાસ / અફઘાનિસ્તાનમાં સૈન્ય કેમ્પ પર હુમલામાં ૧૮ સૈનિકો અને ર૩ નાગરિકોના નિપજયાં મૃત્યુ /

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગોઝારો અકસ્માતઃ વૃદ્ધાનું મૃત્યુ

જામનગર તા. ૯ ઃ જામનગર-રાજકોટ માર્ગ પર રામપર ગામના પાટિયા પાસે ગયા સોમવારે સાંજે મોરબીના કોળી પરિવારની મોટર આડે દોડતું કૂતરૃં ઉતરતા તેને બચાવવા જવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયો હતો. પલ્ટી મારી ગયેલી મોટરમાં રહેલા એક વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

મોરબીની કબીર ટેકરીની શેરી નં.પમાં રહેતા લીલાબેન કરશનભાઈ અગેચાણિયા (ઉ.વ.૬૮) તથા તેમના પતિ કરશનભાઈ, પુત્ર ભૂપતભાઈ સહિતનો પરિવાર જીજે-૧૦-એફ ૮૩૬૨ નંબરની મારૃતી વેનમાં જામનગર આવવા માટે ગઈ તા.પના દિને રવાના થયો હતો.

આ મોટર કરશનભાઈ અગેચાણિયા ચલાવી રહ્યા હતા તે દરમ્યાન સાંજે સાડા સાતેક વાગ્યે આ મોટર જ્યારે રામપર ગામના પાટિયા પાસે પહોંચી ત્યારે અચાનક રોડ પર એક દોડતું કૂતરૃં આડું ઉતરતા તેને બચાવવા જવાના પ્રયાસમાં કરશનભાઈએ મોટર પરનો કાબૂ ગૂમાવ્યો હતો જેના કારણે મોટરે પલ્ટી મારી હતી.

આ અકસ્માતમાં લીલાબેનને માથામાં ગંભીર ઈજા થઈ હતી જ્યારે અન્યને સામાન્ય ઈજા થવા પામી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ફરજ પરના તબીબે લીલાબેનને મૃત્યુ પામેલા જાહેર કરતા ભૂપતભાઈ કરશનભાઈએ પોલીસને જાણ કરી છે. પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર જી.સી. અઘેરાએ સીઆરપીસી ૧૭૪ હેઠળ અપમૃત્યુની નોંધ કરી તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00