ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

ફૂટબોલ ટીમના ૧ર બાળકો-કોચને બચાવવામાં ભારતીય એન્જિનિયરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

નવી દિલ્હી તા. ૧૧ઃ થાઈલેન્ડની ખતરનાક ગૂફામાંથી ૧ર બાળકો અને  તેના કોચને  બચાવી લેવાતા વિશ્વભરમાંથી રેસ્ક્યૂ ટીમને અભિનંદન મળી રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ આ ઓપરેશનમાં એક ભારતીય એન્જિનિયરની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

થાઈલેન્ડની એક ખતરનાક ગૂફામાં ફસાયેલા બાળકોને બચાવી લેવા ત્યાંની રેસ્ક્યૂ ટીમનું દિલધડક ઓપરેશન કેટલાક દિવસોથી ચાલી રહ્યું હતું, અને તેમાં અન્ય દેશોનો સહયોગ પણ મળ્યો હતો. આ સિદ્ધિ ચમત્કારિક ગણાવાઈ રહી છે, કારણ કે ગૂફામાં વરસાદી પાણી ભરાઈ રહ્યું હતું અને વરસાદ ચાલુ હોવાથી તેર વ્યક્તિનો જીવ બચાવવો લગભગ અશક્ય કામ જણાઈ રહ્યું હ તું, ત્યારે આ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનની સફળતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.

યુવા ફૂટબોલ ખેલાડીઓ અને તેની ટીમ આ ગૂફામાં કોઈ ઉજવણી માટે ગઈ હતી, પરંતુ વરસાદ શરૃ થઈ જતા તેમાં પાણી ભરાવા લાગ્યું હતું, તેથી તત્કાળ રેસ્ક્યૂ ઓપરેશન શરૃ કરાયું હતું. આ લાંબી ગૂફામાં ફસાયેલા બાળકો સુધી ખાવા-પીવાની સામગ્રી પહોંચાડવાના પ્રયાસોથી માંડીને તેને બહાર કાઢવા સુધીનું ઓપરેશન દિવસો સુધી ચાલ્યું હતું અને ફૂટબોલ વર્લ્ડકપ કરતા પણ વધુ લોકો વિશ્વભરમાંથી આ ઓપરેશનમાં રસ લેવા લાગ્યા હતાં. આ સિદ્ધિ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈંગ્લેન્ડના વડાપ્રધાન થેરેસા સહિત અનેક દેશોમાંથી રેસ્ક્યૂ ટીમ પર અભિનંદનની વર્ષા થઈ હતી.

મીડિયા અહેવાલો મુજબ થાઈલેન્ડની ગૂફામાંથી ફૂટબોલ ટીમની ૧૩ વ્યક્તિને બચાવવામાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની કિર્લોસ્કર બ્રધર્સ લિ. કંપનીના ડિઝાઈનીંગ એન્જિનિયર પ્રસાદ કુલકર્ણીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા  રહી હતી. આ બાળકોને હાલમાં તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

તા. ર૩ થ્મી જૂને આ ટીમ ગૂફામાં ફસાઈ ગયા પછી ગૂફાનો માર્ગ બંધ થઈ ગયો હતો, જેથી આ ટીમને બચાવવા અનેક દેશોના સહયોગથી રેસ્ક્યૂ ઓપરેશન શરૃ થયું હતું. ગૂફામાંથી પાણી બહાર કાઢવા થાઈલેન્ડ સરકારે કીર્લોસ્કર પંપ માંગ્યા હતાં તેથી આ ભારતીય કંપનીના એન્જિનિયર પ્રસાદ કુલકર્ણી ટીમ સાથે થાઈલેન્ડ ગયા હતાં, અને ગૂફામાંથી પાણી બહાર કાઢવા જંગલમાં જનરેટરની મદદથી પંપીંગ શરૃ કર્યું હતું, જેથી ગૂફામાંથી પાણી ઉલેચાવા લાગ્યું હતું. જો બંધ ગૂફામાં પાણી પૂરેપૂરૃં  ભરાઈ જાય તો બાળકોના જીવ બચાવવા મુશ્કેલ હતાં, પરંતુ પ્રસાદ કુલકર્ણીની ટીમે પાણી ઉલેચવાની વ્યવસ્થા કરી હતી, તેવો દાવો કરાયો છે. થાઈલેન્ડ સરકારે ભારત સરકારને પંપ મોકલવાની વિનંતી કરી હતી અને બેંગ્કોકમાં શાખા ધરાવતી આ કંપનીએ પંપ આપ્યા હતાં, પરંતુ મહત્ત્વપૂર્ણ એ રહ્યું હતું કે એન્જિનિયર પ્રસાદ કુલકર્ણીએ જંગલમાં જઈને જનરેટર્સની મદદથી પંપ ચાલુ કરાવ્યા હતાં.

મીડિયા અહેવાલો મુજબ થાઈલેન્ડની સરકારે ભારત સરકાર અને ખાસ કરીને પ્રસાદ કુલકર્ણી અને તેની ટીમનો આભાર માન્યો છે. આ ટીમ આવતીકાલે કે તે પછીના દિવસે સ્વદેશ પરત ફરશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00