દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

ખાનગી શાળા ફી વધારાની દરખાસ્ત કરે તો વાલી મંડળને સાંભળવું જોઈએ

જામનગર તા. ૮ઃ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ફી નિમયન કરવામાં આવ્યું છે જે આવકાર્ય છે, પરંતુ જે ખાનગી શાળા ફી વધારાની દરખાસ્ત કરે ત્યારે વાલી મંડળને પણ સાંભળવું જોઈએ તેવી રજૂઆત વીરબાઈ જલિયાણ વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.

સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ મજીઠિયાએ રાજ્યના શિક્ષણ મંત્રીને પાઠવેલા પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે પ્રાથમિક માટે ૧પ,૦૦૦, માધ્યમિક માટે ર૭ હજાર અને ઉચ્ચતર માધ્યમિક માટે ૩૦ હજારનું ફીનું માળખુ બનાવવામાં આવ્યું છે તેનાથી વાલીઓ ખુશ છે.

પરંતુ કોઈપણ શાળા ફી વધારા અંગે ઝોનલ સમિતિ સમક્ષ દરખાસ્ત કરે ત્યારે દરેક ખાનગી શાળાઓના સી.એ. રિપોર્ટ, બાળકોની સંખ્યા, શાળામાં અપાતી સુવિધા તેમજ અન્ય બાળકના સાધનોની ખરેખર ચકાસણી નિવૃત્ત જજ મારફત કરાવવી જોઈએ અને રજિસ્ટર્ડ વાલી મંડળને સાથે રાખવા જોઈએ જેથી હિસાબો તથા માહિતી સાચા છે તેની ચકાસણી યોગ્ય રીતે થઈ શકે.

અત્યાર સુધી જે શાળાએ ધરારથી વધુ ફી વસૂલ કરી છે તેને પરત આપવી જોઈએ, દરેક શાળા પાસે કડક નિયમ પાલન કરાવવું જોઈએ. જે શાળા સરકારે જાહેર કરેલ ફી માં સંચાલન કરી શકવા અસમર્થ જણાતા તેવી શાળાને સરકારે પોતાના હસ્તક લેવી જોઈએ અને વાલીમંડળો ફી નિયંત્રણ સમિતિમાં સમાવવી જોઈએ.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00