બન્ને દેશોએ ૧૪ કરારો કર્યાઃ ચીન અને નેપાળ કાઠમંડુને તિબેટ સાથે જોડતી રેલવે લાઈન બાંધશે / સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમનઃ મકાન પર પડી વીજળી / કાશ્મીરમાં સુરક્ષા બળો આક્રમકઃ ઠાર થયેલા આતંકીનો મૃતદેહનો પરિજનોને નહીં સોંપાય /

જામનગરના મેયરપદના નામોની ચર્ચામાં સમાજની લાગણી લક્ષમાં લેવા અનુરોધ

જામનગર તા.૧૩ ઃ જામનગરની કોળી સેનાએ તાજેતરમાં મેયરપદ માટે ચર્ચાતા નગરસેવકના એક નામ પ્રત્યે અણગમો વ્યક્ત કરી ભાજપ સાથે વર્ષાેથી જોડાયેલા સમાજની લાગણીને ધ્યાનમાં રાખવા પક્ષને અનુરોધ કર્યાે છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં આવેલા ભોઈવાડાની અંદરના કોળીવાડમાં હોળીની રાત્રે ભોઈ તથા કોળીના લોકો વચ્ચે ઝઘડો થયો હતો ત્યાર પછી દસેક દિવસ પહેલા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકદરબાર રાખવામાં આવ્યો હતો જેમાં પોલીસ અધિકારીઓએ શહેરની શાંતિ તથા સલામતી માટે ચર્ચા કરવાની સાથે બન્ને સમાજના આગેવાનોને પણ શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ વેળાએ કોળી સમાજના આગેવાનોએ શાંતિ જાળવવા અને પોલીસ અધિકારીઓના સન્માન જાળવવાની ખાતરી આપી હતી. હોળીની રાત્રે કોળીવાડમાં થયેલી માથાકૂટમાં કેટલાક મકાનો સળગાવાયા હતા. જ્યારે વાહનોને નુકસાની કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેમાંના કેટલાક આરોપીઓ રાજકીય વગના કારણે મુક્ત થયા છે. જ્યારે તે વિસ્તારના નગરસેવક કોળીવાડમાં કામ ન કરતા હોવાની પણ જામનગરની કોળી સેનાના જિલ્લા પ્રમુખ જીતેશ વિનુભાઈ શિંગાળાએ રજૂઆત કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યા મુજબ આગામી દિવસોમાં જ્યારે મેયરની પસંદગી થવાની છે ત્યારે તેમાં આ નગરસેવકનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. વર્ષાેથી ભાજપ સાથે જોડાયેલો કોળી સમાજ આ નગરસેવકને મેયરપદ માટે પસંદ કરવામાં આવે તો વિમૂખ થશે તેમ જણાવાયું છે. જ્યારે મોટો હોદ્દો મેળવવા માટે બન્ને સમાજના સમાધાનની ખોટી પ્રસિદ્ધિ કરવામાં આવી છે તેમજ કોળી સમાજ કોઈ ઝઘડા કરવા માગતા નથી તેમ પણ ઉમેરવામાં આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00