કુમાર સ્વામી બન્યા કર્ણાટકના મુખ્યમંત્રીઃ વજુભાઈ વાળાએ અપાવ્યા સપથ / અમદાવાદ પાસે એસ.ટી. આયશર વચ્ચે અકસ્માતઃ એકનું મૃત્યુઃ ૪૦ ઈજાગ્રસ્ત / જમ્મુ સરહદે નવમા દિવસે પણ પાકિસ્તાનનું ફાયરિંગઃ ૭ વ્યક્તિના મૃત્યુઃ હજારો લોકો બન્યા બેઘર /

ભાગેડુ વિજય માલ્યાને ઝટકોઃ રૃા. ૫૭૯ કરોડ ચૂકવવા આદેશ

લંડન તા. ૧૩ઃ ભારતના ભાગેડુ આરોપી વિજય માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે. યુકેની અદાલતમાં એક કેસમાં હારી જતા કિંગફિશરને ૯૦ મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ થયો છે.

ભારતમાં કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેમની કિંગફિશર એરલાઈન્સ યુકેમાં એક કેસ હારી ગઈ છે. તેમાં તેમણે એક કંપનીને ૯૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૫૯૬ કરોડ રૃપિયા ક્લેઈમ તરીકે ચૂકવવાનો આદેશ અપાયો છે.

યુ.કે.ની અદાલતમાં ચાલી રહેલો આ કેસ બંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઈન્સ સાથે જોડાયેલો હતો. વિજય માલ્યાની કંપની સામે સિંગાપુરની બીઓસી એવિએશન નામની કંપનીએ કેસ કર્યો હતો. અહેવાલો મુજબ મામલો ૨૦૧૪નો છે, ત્યારે કિંગફિશરે બીઓસીના કેટલાક પ્લેન માટે ડીલ થઈ હતી, જેમાંથી ત્રણ ડિલિવરી કરી દેવાયા હતાં.

ઉલ્લેખનીય છે કે માલ્યા પર ભારતીય બેંકોના ૯ હજાર કરોડ રૃપિયાનું દેવું છે. બીઓસી એવિએશન સિંગાપુર અને બીઓસી એવિએશન આયર્લેન્ડએ આ મામલે કિંગફિશર એરલાઈન્સ અને યુનાઈટેડ બ્રુવરિઝનું નામ લીધું હતું. યુનાઈટેડ બ્રુવરિઝમાં પણ માલ્યાની મોટી ભાગીદારી છે. માલ્યા માટે આ મોટો ઝટકો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00