નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

ઓએનજીસીના ૪૬ વર્ષ જૂના જહાજમાં બ્લાસ્ટઃ પાંચના મોત

કોચીન તા. ૧૩ઃ કેરલના કોચીન શિપયાર્ડમાં વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તો આ વિસ્ફોટ કઈ રીતે થયો તે અંગે જાણકારી નથી. જો કે પ્રાથમિક અહેલાવ મુજબ ઓએનજીસીનું સાગર ભૂષણ નામનું આ શિપયાર્ડ છે, જેમાં બ્લાસ્ટ થયો છે. એક સંભાવના મુજબ સમારકામના કારણે આ વિસ્ફોટ થયો હશે. ઘટનાસ્થળે બચાવ દળના સભ્યો પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. કોચ્યિન શિપયાર્ડ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બે ક્રૂ મેમ્બર શિપની અંદર ફસાયેલા છે, જેને સુરક્ષીત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ જહાજ ૪૬ વર્ષ જૂનું છે, કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર નીતિન ગડકરીએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00