દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામનગરમાંથી બે બાઈકની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગર તા.૮ ઃ જામનગરની પંચવટી સોસાયટી તથા આરામ કોલોનીમાંથી બે વાહનની ચોરી કરનાર એક શખ્સને એલસીબીએ પકડી પાડી ચોરાઉ વાહન ઝબ્બે કર્યા છે.

જામનગરના પંચવટી વિસ્તારમાં આવેલા ગીતા મંદિર પાસે ચારેક દિવસ પહેલા દશરથભાઈ મેરાણી નામના આસામી પોતાનુું જીજે-૧૦-એસ ૨૯૯ નંબરનું મોટરસાયકલ મૂકી નજીકમાં આવેલા મેદાનમાં ક્રિકેટ રમતા હતા ત્યારે તેઓનું મોટરસાયકલ ઉપડી ગયું હતું. આ ઉપરાંત આરામ કોલોનીમાં આવેલા મયુર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી શૈલેષભાઈ ગોસરાણીનું જીજે-૧૦-એબી ૬૭૯૭ નંબરનું મોટરસાયકલ ચોરાઈ ગયું હતું જેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

વાહન ચોરીનો આ સિલસિલો અટકાવવા માટે એસપી પી.બી. સેજુળે આપેલી સૂચનાના પગલે એલસીબી દ્વારા ખાનગીરાહે તપાસ શરૃ કરવામાં આવી હતી તે દરમ્યાન એલસીબીના હરદીપ ધાધલ તથા ભગીરથસિંહ સરવૈયાને બાતમી મળી હતી કે, ઉપરોક્ત બન્ને વાહન ઉઠાવનાર શખ્સ ગાંધીનગર નજીકના મોમાઈનગરમાં રહે છે તે બાતમીના આધારે ગઈકાલે એલસીબીના કાફલાએ મોમાઈનગર શેરી નં.પમાં રહેતા દેવેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજા ઉર્ફે ભૂરાના મકાનમાં દરોડો પાડયો હતો.

આ સ્થળેથી એલસીબીને ઉપરોક્ત બન્ને વાહનો મળી આવ્યા હતા જેને કબજે કરી એલસીબીએ દેવેન્દ્રસિંહ ઉર્ફે ભૂરાની અટકાયત કરી પૂછપરછ કરતા આ શખ્સે બન્ને વાહનો ચોર્યાની કબૂલાત આપી છે. આ શખ્સની પૂછપરછ શરૃ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પીઆઈ આર.એ. ડોડિયા, પીએસઆઈ વી.એમ. લગારિયા, વી.વી. વાગડિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ આહિર, બશીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, શરદ પરમાર, સુરેશભાઈ ડાંગર, નિર્મળસિંહ બી. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાધલ, દિનેશભાઈ ગોહિલ, કમલેશ ગરસર, લક્ષ્મણ ભાટિયા, એ.બી. જાડેજા, અરવિંદગીરી, મિતેશ પટેલ સાથે રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00