કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

ખંભાળિયા તાલુકાના પાંચ તલાટીઓ મંત્રીને દીવાની જેલમાં રાખવા મામલતદારનો આદેશ

જામનગર તા.૧૩ ઃ ખંભાળિયાના આંબરડી, મોવાણ, ભાણ ખોખરી, માંઝા તથા મોટા આંબલાના તલાટી મંત્રીઓએ ગ્રામ પંચાયતના રેકોર્ડ જમા ન કરાવતા તેઓને દીવાની જેલમાં લેવા માટે મામલતદારે પોલીસને જણાવતા ફફડાટ વ્યાપ્યો છે.

ખંભાળિયા તાલુકામાં ફરજ બજાવતા પાંચ તલાટી-કમ-મંત્રીઓએ પોતાના રેકોર્ડ નિયત સમય મર્યાદામાં જમા ન કરાવતા આકરા પાણીએ આવેલા મામલતદાર વૈષ્ણવે તેઓને નોટીસ પાઠવી હતી તે પછી પણ યોગ્ય ન થતા મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમની કલમ- રપ હેઠળ આ પાંચેય તલાટી મંત્રીઓને દીવાની જેલમાં લેવા માટે પોલીસને હુકમ કરતા ફફડાટની લાગણી પ્રસરી છે.

ખંભાળિયા તાલુકાના આંબરડી ગામના તલાટી મંત્રી એન.પી. ચેતરિયા, મોવાણના તલાટી મંત્રી વિજય મકવાણા, ભાણ ખોખરીના અંજારા દીપકભાઈ, માંઝાના વી.એન. ગોંદિયા તથા મોટા આંબલાના તલાટી મંત્રી કૃષ્ણસિંહ જાડેજાએ મામલતદારની નોટીસ પછી પણ રેકોર્ડ જમા કરાવ્યા ન હતા. આ તમામ તલાટી મંત્રીઓને એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતના રેકોર્ડ જમા કરાવવા માટે હુકમ કરવામાં આવ્યે હતો તે પછી પણ નોટીસ આપવામાં આવી હતી તેમ છતાં કાર્યવાહી ન થતા મામલતદારે આ આકરૃં પગલું ભર્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription