નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

પાલનપુર નજીક ગમખ્વાર અકસ્માતઃ ઘટના સ્થળે જ છ ના મોતઃ દસ ઘાયલ

પાલનપુર તા. ૧૩ઃ પાલનપુર હાઈ-વે પર આબુ રોડ બાજુથી આવી રહેલ ટેન્કર ચાલકે માતેલા સાંઢની જેમ ટેન્કર હંકારીને સર્કલ પર આવેલ એક હોટલ પર ઊભેલા વાહનોને ટક્કર મારી ખુડદો બોલાવી દીધો હતો અને કુલ ૧૦ લોકોને અડફેટમાં લેતા છ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે ચારને ઈજા થતા બે વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં જ્યારે બે વ્યક્તિને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પાલનપુર-આબુ હાઈ-વે પર આર.ટી.ઓ. સર્કલ પર એક હોટલ પર પાલનપુર-ડીસા અને અમીરગઢના વેપારીઓ તેમના વાહન પાર્ક કરી ચર્ચા કરતા હતાં તેવામાં આબુ રોડ બાજુથી પૂર ઝડપે આવી રહેલ ટેન્કરના ચાલકે સીધુ જ હોટલ તરફ હંકારી જતા વચ્ચે પડેલ એક સ્વીફ્ટ કાર, એક ક્રિએટા અને એક રિક્ષાને અડફેટમાં લઈ ખુડદો બોલાવી દીધો હતો અને વેપારીઓને પણ અડફેટમાં ફંગોળતા છ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં અને ૧૦ વ્યક્તિને ઈજા થતાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. મૃતકોમાં ભરતભાઈ મણિલાલ પટેલ (રહે. અમીરગઢ), દિલીપભાઈ છગનભાઈ પટેલ (રહે. અમીરગઢ), સુરેશભાઈ સામજીભાઈ પટેલ (રહે. અમીરગઢ), વિઠ્ઠલભાઈ પટેલ (રહે. અમીરગઢ), રાહુલભાઈ દિલીપભાઈ જોષી (રહે. બ્રાહ્મણવાસ, પાલનપુર) અને પ્રકાશભાઈ ઈશ્વરભાઈ સોલંકી (રહે. ડીસા) નો સમાવેશ થાય છે. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00