વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

સ્વ.શ્રી એચ.જી. શાહ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

જામનગર તા. ૧૧ઃ જામનગરના સ્વ.શ્રી એચ.જી. શાહ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત શ્રીયુત જી.ડી. શાહ હાયર સેકન્ડરી સ્કૂલ, શ્રીમતી એન.જી. શાહ, કુમાર મંદિર (અંગ્રેજી માધ્યમ), શ્રી ગોકલદાસ શાહ અંગ્રેજી માધ્યમ હાય સેકન્ડરી સ્કૂલ, માતુશ્રી નવલબેન જી. શાહ ગુજરાતી પ્રાયમરી સ્કૂલના શૈક્ષણિક વર્ષ ર૦૧૭-૧૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો સમારોહ ગત્ તા. ૩૦.૬.ર૦૧૮ શનિવારના માણેકનગરના શૈક્ષણિક સંકુલમાં યોજાઈ ગયો.

દાતા શ્રીમતી વનિતાબેન વૃજલાલ મહેતા પરિવાર (યુ.કે.) દ્વારા પ્રાપ્ત યોગદાનમાંથી શૈક્ષણિક વર્ષ ર૦૧૭-૧૮ માં એલકેજી-યુકેજીથી ધો. ૧ર સુધીના પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર કુલ ૭૯ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ, પ્રમાણપત્  તથા કુલ રૃા. ૭૮,૦૦૦ ના રોકડ પુસ્રકારથી સન્માનવામાં આવ્યા હતાં. સ્કૂલ મુજબ શિક્ષક તરીકે વસરા રશ્મિબેન, માયા અસ્માબેન તથા ચાવડા જીજ્ઞાસાબેનને ટ્રોફી, પ્રમાણપત્ર તથા કુલ રૃા. ૧પ,૦૦૦ ના રોકડ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પ્રતિનિધિ તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતાં.

સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ પી.ટી. ચાંદ્રા, ડો. દિલીપભાઈ આશર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રામભાઈ કુંભારવડિયા તથા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઈ શાહના વરદ્  હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. ટ્રસ્ટના સેક્રેટરી ભરતભાઈ શાહ, ટ્રેઝરર રાજેન્દ્રભાઈ શાહ તથા ટ્રસ્ટી જતિનભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના સફળ આયોજનમાં શાળાના આચાર્યો કરણભાઈ, પાર્થભાઈ પંડ્યા, ડો. દિલીપ વ્યાસ તથા તૃપ્તિબેન ઠાકર તેમજ તમામ  શાળાઓના સ્ટાફગણે યોગદાન આપ્યું હતું.

દાતા દ્વારા પ્રાપ્ત યોગદાનમાંથી એલકેજી-યુકેજીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૃા. ૩પ૦, રૃા. રપ૦ અને રૃા. ૧પ૦ તથા ધો. ૧ થી ૮ અને ધો. ૯ થી ૧૧ ના પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓનો અનુક્રમે રૃા. ૧પ૦૦, રૃા. ૧૦૦૦, રૃા. પ૦૦, ધો. ૧૦ ના પ્રથમ ત્રણ ક્રમાંકે આવનારા વિદ્યાર્થીઓને રૃા. ર૦૦૦, રૃા. ૧પ૦૦ તથા રૃા. ૧૦૦૦ તથા ધો. ૧ર મા પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને રૃા. ૩૦૦૦, રૃા. રપ૦૦ તથા રૃા. ર૦૦૦ રોકડ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00