હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

બોડકીમાં ફળિયામાંથી ચાલવાના પ્રશ્ને હુમલો

જામનગર તા.૮ ઃ ભાણવડ તાલુકાના બોડકીમાં ફળિયામાંથી ચાલવાના પ્રશ્ને એક યુવાનને આઠ શખ્સોએ લમધારતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બોડકી ગામમાં રહેતા નિલેશભાઈ દેવશીભાઈ કરથિયા નામના સગર યુવાનને તેના ઘર પાસે જ રહેતા અશ્વિન જેઠાભાઈ સાથે ફળિયામાંથી ચાલવાની બાબતે બોલાચાલી થઈ હતી.

ત્યાર પછી અશ્વિન, જાદવ વાલાભાઈ, ભરત વિરાભાઈ, જેઠા વાલાભાઈ, વિજય માલદે, પરબત હીરાભાઈ, રણમલ સામત તથા ભીમા સામત નામના આઠ શખ્સોએ ઘેરી લઈ પાઈપ-લાકડીઓ વડે હુમલો કર્યાે હતો. આ શખ્સોએ બેરહેમ રીતે નિલેશને લમધારી પોલીસમાં ફરિયાદ કરીશ તો પતાવી દઈશું તેવી ફરિયાદ પણ કરી હતી.

ઈજાગ્રસ્તને જામનગરની જી.જી. હોસ્પિટલમાંં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું જમાદાર એન.એમ. લૈયા તથા મગનભાઈ ચનિયારાએ નિવેદન નોંધ્યા પછી ભાણવડ પોલીસને જાણ કરાતા ભાણવડના જમાદાર એમ.એસ. ભોચિયાએ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00