ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

જામનગરમાં આંગણવાડી કાર્યકરોના ધરણાં

જામનગર તા. ૧૧ઃ જામનગરની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ માંગણીઓના સંદર્ભમાં ગત્ સાંજે ધરણાં કર્યા હતાં અને ત્યારપછી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ (બીએમએસ) દ્વારા આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને વાચા આપવા ગત્ સાંજે લાલબંગલા સર્કલમાં ધરણાં કર્યા હતાં. આ પછી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે આંગણવાડી કર્મચારીને સરકારી કર્મચારી જાહેર કરવા, ત્યાં સુધી કાર્યકરને ૧૮ હજાર અને હેલ્પરને ૯૦૦૦ નો પગાર આપવા, ઉપરાંત પીએસ ગ્રેચ્યુટીની સુવિધા આપવી.

માસિક રિપોર્ટ ઓન લાઈન મોલકવાનો ખર્ચ ચૂકવવા, અંતરિયાળ વિસ્તાર માટે ડીફીકલ્ટી એલાઉન્સ ચૂકવવું, સિનિયોરીટી ધોરણે સુપરવાઈઝરમાં બઢતી આપવી, આંગણવાડી સિવાયની પ્રવૃત્તિ માટે કામ લેવું નહીં સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

આવેદનપત્ર પાઠવતા સમયે પ્રમુખ દયાબેન પરમાર, જિલ્લા મંત્રી આરતીબેન આર. વારા, વિભાગમંત્રી સરસ્વતીબેન જેઠવા સહિતના કાર્યકરો જોડાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00