નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

આઈ.જી.એસ. બ્રિટિશ પેટ્રોલિયમ અને રિલાયન્સ ઈન્ડ. વચ્ચે કુદરતી ગેસ વેંચાણ અને પરિવહનનું સંયુક્ત સાહસ

નવી દિલ્હી તા. ૯ઃ ઇન્ડિયા ગેસ સોલ્યુશન્સ પ્રા.લિ. (આઇ.જી.એસ.)એ વિનોદ તાહિલિયાણીની કંપનીના સી.ઇ.ઓ. તરીકે નિમણૂક કરી હોવાની જાહેરાત કરી હતી. આઇ.જી.એસ. ભારતમાં કુદરતી ગેસ પ્રાપ્ત કરવા, અને વેચાણ માટે બ્રિટિશ પેટ્રોલિયમ (બી.પી.) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) વચ્ચેનું સંયુક્ત સાહસ છે. શ્રી તાહિલિયાણી ઓઇલ અને ગેસ વ્યવસાય અને પ્રોજેક્ટ ફાઇનાન્સિંગમાં આંતરાષ્ટ્રીય સ્તરનો ૨૫ વર્ષોનો અનુભવ ધરાવે છે. તેઓ બ્રિટિશ પેટ્રોલિયમમાંથી આઇ.જી.એસ.માં જોડાયા છે. તેઓ છેલ્લે બી.પી. ઇન્ડિયામાં સ્ટ્રેટેજી અને કોમર્શિયલ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ હતા. બી.પી. માટે તેમણે ગેસની વેલ્યુ ચેઇન અંગેનો વ્યવસાયનો વિકાસ કર્યો હતો અન ભારત, અંગોલા અને વિયેટનામમાં ઓઇલ, ગેસ અને વીજ કારોબારના વિકાસ માટે કાર્ય કર્યું હતું.

બી.પી.ઇન્ડિયાના રિજીઅન પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ શશી મુકુન્દને જણાવ્યું હતું કે અમાપ ઊર્જા માગ અને ભારતની વૃધ્ધિને વેગ આપવા માટે સુનિશ્ચિત ગેસ પૂરવઠો અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને અમારી આઇ.જી.સી. ભાગીદારી આ સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રદાન આપવાની સ્થિતિમાં છે.

વિનોદ તિહીલાની તેમની સાથે આઇ.જી.એસ.ને દોરવણી આપવા માટેની નિપુણતા લાવે છે કારણ કે અમે વ્યવસાયને વધુ વિકસાવવા માંગીએ છીએ, એમ આર.આઇ.એલ.ના એક્ઝિકયુટીવ ડાયરેક્ટર પી.એમ.એસ. પ્રસાદે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ગેસની માગ અમાપ દરે વધી રહી છે અને શુધ્ધ તેમજ સાતત્યપૂર્ણ ઇંધણ સ્ત્રોત હોવાને કારણે કુદરતી ગેસ પસંદગીનું ઇંધણ બની રહેશે એવી અમારી ધારણા છે.

આઇ.જી.એસ. હાલમાં કે.જી.ડી.૬ બ્લોકમાંથી ઉત્પાદન કરવામાં આવતા ગેસને ગ્રાહકોને વેચવાના કોન્ટ્રાક્ટનો વહીવટી સંભાળે છે અને આર-સીરીઝ ગેસ અને એલ.એન.જી.ની આયાતની તકોને સક્રિય રીતે તપાસી રહ્યું છે. સંયુક્ત સાહસ કંપની દેશમાં કુદરતી ગેસના પરિવહન અને વેચાણને ઝડપી બનાવવા માટે માળખાકીય સુવિધા પર પણ ધ્યાન આપી રહી છે.

આર.આઇ.એલ.ના બિભાસ ગાંગુલી આઇ.જી.એસ.ના ચેરમેન છે, અને આઇ.જી.એસ.ના બોર્ડમાં બંને કંપનીઓનું સરખું પ્રતિનિધિત્વ છે. ઇન્ડિયા ગેસ સોલ્યુશન્સ બંને કંપનીઓની સહમતી ધરાવતા કર્મચારીઓ ધરાવે છે, જે ભારત અને આંતરાષ્ટ્રીય એમ બંને સ્તરના ગેસ વ્યવસાયનો ઊંડો અનુભવ ધરાવે છે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00