દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામનગરમાં દુકાનમાંથી રૃા.પોણા પંદર લાખના મોબાઈલ ઉઠાવાયાની ફરિયાદ

જામનગર તા.૧૩ ઃ જામનગરના લીમડા લેન વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપમાં રવિવારની રાત્રે ચોરી થયાના અહેવાલના પગલે દોડેલા પોલીસ કાફલાએ તે દુકાનમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોના સગડ દબાવ્યા છે. દુકાન માલિકે કુલ રૃા.પોણા પંદર લાખની મત્તા ગઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

જામનગરના લીમડા લેન વિસ્તારમાં આવેલી પ્લસ પોઈન્ટ નામની મોબાઈલની દુકાનના સંચાલક રાજેશભાઈ ચેલાભાઈ હસવાણી રવિવારે રાત્રે પોતાની દુકાને બંધ કરીને ગયા પછી તે દુકાનના મુખ્ય શટરની બન્ને સાઈડમાં આવેલા લોક તોડી અંદર પ્રવેશેલા તસ્કરે દુકાનમાં પડેલા સેમસંગ, એપ્પલ, હોનર, સોની તેમજ અલગ અલગ કંપનીઓના કુલ ૮૪ મોબાઈલ તફડાવી લીધા હતા.

આ તસ્કરે મોબાઈલ ચોર્યા પછી દુકાનમાં પડેલા કાઉન્ટરમાંથી રૃા.૧ હજારની રોકડ રકમ પણ ઉઠાવી હતી જેની ગઈકાલે સવારે દુકાને આવેલા રાજેશભાઈને જાણ થઈ હતી.

તેઓએ પોતાની દુકાનના શટર ઉંચકાવેલા જોઈ અંંદર તપાસ કર્યા પછી પોલીસને જાણ કરતા સિટી-બી ડિવિઝનના પીઆઈ આર.જી. જાડેજા તેમજ સ્ટાફ અને એલસીબીનો કાફલો દોડયો હતો તેઓએ ડીવાયએસપી ઉમેશ પટેલના વડપણ હેઠળ તપાસ શરૃ કરી દુકાનમાંથી કેટલી ચોરી થઈ છે? તેની ચકાસણી કરતા રાજેશભાઈ હસવાણીએ રૃા.૧૪,૧૭, ૮૭૦ના મુદ્દામાલની ચોરી થઈ ગયાની વિધિવત ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ ડી.જી. ચૌધરીએ આઈપીસી ૩૮૦, ૪૫૭, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે. પોલીસે દુકાનમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા તેમાં એક શખ્સ જોવા મળ્યો છે. પોલીસે તે ફૂટેજ કબજે લઈ તેને નિહાળતા ચાર શખ્સોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. રાત્રિના સાડા ચારેક વાગ્યે ત્યાં આવેલા ચાર પૈકીના બે તસ્કરોએ દુકાનની બહાર ચાદર જેવું કોઈ કાપડ આડું રાખ્યું હતું જ્યારે એક તસ્કરે શટર ઉંચકાવી લીધા પછી અંદર પ્રવેશ કર્યાે હતો જ્યારે બીજો તસ્કર બહાર ઉભો રહ્યો હોવાનું જોવા મળ્યું હતું.

દુકાનની અંદર ઘૂસેલા તસ્કરે દુકાનમાં પંદરેક મિનિટ સુધી રહી જુદા જુદા કિંમતી મોબાઈલ એક થેલામાં ભરી લીધાનું સીસીટીવીમાં કેદ થયું છે ત્યાર પછી તેને પોતાની પાસે રહેલા મોબાઈલથી દુકાનની બહાર ઉભેલા તસ્કરને શટર ખોલવાનું કહેતા શટર ખોલવામાં આવ્યું હતું અને દુકાનમાં રહેલો તસ્કર બહાર સરકી ગયો હતો અને ત્યાર પછી ચારેય તસ્કરો આરામથી છનનન થઈ ગયા હતા. પોલીસે આ તસ્કરોના શારીરિક બાંધા વગેરે લક્ષમાં લઈ રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો વગેરે સ્થળોએ ચકાસણી કરી હતી, પરંતુ તસ્કરોના સગડ મળ્યા નથી તેમ છતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00