ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

નેવીમોડામાં કડબ અને જુવારના જથ્થામાં ચાર શખ્સોએ આગ ચાંપીઃ પોલીસ ફરિયાદ

જામનગર તા.૧૬ ઃ જામનગર નજીકના નેવી મોડામાં એક પશુપાલકના વાડામાં ઘૂસી ત્રણ શખ્સોએ કડબ-જુવારના જથ્થામાં આગ ચાંપતા રૃા.૧પ હજારનું નુકસાન થયું હતું.

જામનગર તાલુકાના નેવી મોડા ગામમાં રહેતા ભીખાભાઈ સુરાભાઈ ટારિયા (ઉ.વ.પ૬)ના ઘર પાસે તેઓએ પોતાના પશુઓને રાખવા માટે વાડો વાળ્યો હતો જેના કારણે નેવી મોડા ગામના જ ઈન્દ્રસિંહ ચંદુભા જાડેજાને તે બાબત ગમી ન હતી.

આ બાબતે ઝઘડો કરવા માટે સોમવારે રાત્રે ઈન્દ્રસિંહ તેમજ ચંદુભા નાથુભા જાડેજા, લાલુભા સામતસિંહ જાડેજા અને સહદેવ ભુરૃભા જાડેજા નામના શખ્સો ભીખાભાઈના વાડામાં આવ્યા હતા જ્યાં તેઓએ બોલાચાલી કર્યા પછી ગાળો ભાંડી વાડો સળગાવી દેવાના ઈરાદાથી ત્યાં પડેલા જુવાર અને કડબના જથ્થામાં સળગતી દીવાસળી ચાંપતા આ જથ્થો સળગી ઉઠયો હતો ત્યાર પછી ઉપરોક્ત શખ્સો ચાલ્યા ગયા હતા.

ઉપરોકત કૃત્યથી ભીખાભાઈને અંદાજે પંદરેક હજારનું નુકસાન થતા તેઓએ પંચકોશી-એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય સામે આઈપીસી ૫૦૪, ૪૩૫, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00