ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ચડત ભરણપોષણ નહીં ચૂકવી શકતા સલાયાના બે શખ્સોને કેદની સજા

જામનગર તા. ૯ ઃ ખંભાળિયાના સલાયાના બે ૫રિણીતાએ પતિ સામે ચડત ભરણપોષણની રકમની વસૂલાત માટે અદાલતનો આશરો લીધો હતો. અદાલતે એક પરિણીતાનું ચુમાલીસ મહિનાનું ચડત ભરણપોષણ ન ચૂકવી શકનાર પતિને ચુમાલીસ મહિનાની અને અઠ્ઠાવન મહિનાનું ભરણપોષણ ન ચૂકવી શકનાર પતિને અઠ્ઠાવન મહિનાની કેદીની સજા ફટકારી છે.

ખંભાળિયા તાલુકાના સલાયાના રહેવાસી ફાતમાબાનુ તાલબભાઈએ ખંભાળિયાની ફેમિલી કોર્ટમાં ભરાણા ગામના પતિ તાલબ ઈસ્માઈલ જરંગ સામે ભરણપોષણ માગતી અરજી કરી હતી તે અરજી અન્વયે અદાલતે રૃા.રપ૦૦ દર મહિને ચૂકવવા પતિ તાલબને હુકમ કર્યાે હતો.

ત્યાર પછી તાલમ ઈસ્માઈલને ચુમાલીસ મહિના સુધી ભરણપોષણ નહીં ચુકવતા ચડત થયેલી રૃા.૧ લાખ ૧૧ હજારની વસૂલાત માટે ફાતમાબાનુએ ફરીથી અદાલતનો આશરો લીધો હતો. તેણીની અરજી ચાલી જતાં અદાલતે ચડત ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા તાલબ ઈસ્માઈલને ચુમાલીસ મહિનાની જેલની સજા ફટકારી છે. અરજદારણ તરફથી વકીલ ધીરેન સાયાણી રોકાયા હતા.

ખંભાળિયા તાલકુાના સલાયામાં રહેતા શહેનાઝબાનુ હાજી અલીમામદના નિકાહ છએક વર્ષ પહેલા સલાયાના જ હુસેન ઓસમાણ ચાકી સાથે થયા પછી માવતરેથી પૈસા લઈ આવવાનું કહી સ્ત્રીધન પચાવી પાડી સાસરિયાઓએ તેણીને કાઢી મુકતા શહેનાઝબાનુએ ખંભાળિયાની અદાલતમાં ભરણપોષણ મેળવવા અરજી કરી હતી તે અરજી મંજૂર થઈ હતી.

આમ છતાં પતિ હુસેન ઓસમાણે અઠ્ઠાવન મહિના સુધી ભરણપોષણ નહીં ચૂકવતા તેની સામે શહેનાઝબાનુએ ખંભાળિયાની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. અદાલતે ચડત ભરણપોષણની રકમ ન ચૂકવી શકનાર પતિ હુસેન ઓસમાણને અઠ્ઠાવન મહિનાની જેલની સજા ફટકારી છે. અરજદારણ તરફથી વકીલ હર્ષિદા અસાવલા, જલ્પેશ હિંડોચા રોકાયા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00