દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

કૂતરૃં આડું ઉતરતા સ્લીપ થયેલા સ્કૂટરચાલકનું સારવારમાં મૃત્યુ

જામનગર તા.૮ ઃ જામનગરના હાપા રોડ પર સ્કૂટર આડે કૂતરૃં ઉતરતા સ્લીપ સ્કૂટરમાંથી ફંગોળાયેલા યુવાનનું સારવાર દરમ્યાન અમદાવાદ દવાખાને મૃત્યુ થયું છે. જ્યારે સુભાષબ્રિજ પાસે બે બાઈક અથડાતા ઘવાયેલા વૃદ્ધનું પણ મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં આવેલા સલીમબાપુના મદ્રેશા પાસે રહેતા ઈકબાલભાઈ સુલેમાનભાઈ મકરાણી નામના યુવાન ગઈ તા.૧ર ડિસેમ્બરની સાંજે હાપા રોડ પર આવેલા એક મોટરના શો-રૃમ નજીકથી એક્ટિવા સ્કૂટર પર સચાણા ગામ તરફ જતાં હતા ત્યારે અચાનક એક દોડતું કૂતરૃં આડું ઉતરતા તેને બચાવવા જવાના પ્રયાસમાં ઈકબાલભાઈનું એક્ટિવા સ્લીપ થયું હતું.

જેના કારણે ફંગોળાયેલા આ યુવાનને માથામાં ગંભીર ઈજા સાથે જામનગર દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. અમદાવાદ પોલીસે તેની જામનગર પોલીસને જાણ કરતા પંચકોશી-એ ડિવિઝનના જમાદાર ડી.બી. જાડેજાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તાર પાસે આવેલી શ્યામ ટાઉનશીપમાં ખોડાભાઈ જાટિયા નામના આહિર વૃદ્ધ ગઈ તા.૯ની સવારે જીજે-૧૦-સીએન ૮૧૬૧ નંબરનું મોટરસાયકલ લઈ ત્રણ દરવાજા તરફ આવતા હતા ત્યારે સુભાષબ્રિજ પાસે સામેથી પૂરઝડપે ધસી આવેલા જીજે-૧૦-સીક્યુ ૬૪૪૭ નંબરના મોટરસાયકલના ચાલક નિરવ જનકભાઈ મકવાણાએ ખોડાભાઈને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં માથા તથા મ્હોંના ભાગમાં ગંભીર ઈજા પામેલા કરશનભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે કરશનભાઈની ફરિયાદ પરથી નિરવ જનકભાઈ સામે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00