દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

ગુજરાતમાં કરાયેલા નાર્કો ટેસ્ટના આધારે છત્તીસગઢના ગુનેગારો પકડાયાઃ સિમલાના કેસમાં સત્ય શોધ્યું

ગાંધીનગર તા. ૮ઃ દેશભરમાં વિશ્વસનિય ગણાતી ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ક્રાઈમની તપાસમાં અન્ય રાજ્યોને પણ મહત્ત્વપૂર્ણ મદદ કરી રહી હોવાના રસપ્રદ કિસ્સા બહાર આવ્યા છે.

ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દેશભરમાં વિશ્વસનિય બની રહી છે. નાર્કો એનાલીસીસ સિસ્ટમ દ્વારા ક્રાઈમના ક્ષેત્રે થતી તપાસમાં આ લેબોરેટરી માત્ર ગુજરાતને જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોને પણ મદદરૃપ થાય છે, અને વિવિધ રાજ્યોના અનેક ગુનેગારોને પકડવામાં સહયોગી બની રહી છે.

આ લેબોરેટરીમાં થતો નાર્કો ટેસ્ટ સાચા ગુનેગારોને પકડી શકે છે. કોઈ કેસની તપાસ દરમિયાન શકમંદ શખ્સ સાચી માહિતી આપવામાં હિચકિચાટ અનુભવતો હોય, ત્યારે અદાલતની પરવાનગીથી નાર્કો એનાલીસીસ સિસ્ટમ હેઠળ તેનો ટેસ્ટ કરવામાં આવે છે.

આ એનાલીસીસ હેઠળ ઈન્જેક્શન આપીને શકમંદને અર્ધબેભાન બનાવીને તેને સાયકોલોજીસ્ટો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાં જવાબોનું પૃથ્થકરણ કરીને ગુન્હા અંગેની નક્કર વિગતો મળી શકે છે, જે પોલીસ કે તપાસ એજન્સીઓને માટે પુરાવા એકત્રિત કરવાનું ઉપયોગી ઓજાર બની જાય છે.

તાજેતરમાં આ લેબોરેટરી દ્વારા પ૮ કેસોમાં ૮૮ વ્યક્તિના નાર્કો ટેસ્ટ કરાયા હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ તે દરમિયાન કેટલાક રસપ્રદ કિસ્સા પણ જાણવા મળ્યા હતાં. છત્તીસગઢમાં વર્ષ ર૦૦૮ ના એક મર્ડર કેસ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો. લાંબા સમયની તપાસ પછી ત્યાંની પોલીસે ગુજરાતની ફોરેન્સિક લેબની મદદ લઈને નિયમોનુસાર નાર્કો ટેસ્ટ કરાવ્યો હતો અને એફએસએલ રિપોર્ટના આધારે સાચા ગુનેગારોને પકડવામાં મદદ મળી હતી.

સિમલાની એક સગીર વયની કિશોરી પર બળાત્કાર કરીને તેની હત્યા નિપજાવવાના એક કેસમાં તપાસ પછી પોલીસે કેટલાક શકમંદોને ઝડપી લીધા હતાં. તે પછી અદાલતના આદેશથી તેનો નાર્કો ટેસ્ટ કરાવાયો હતો. આ ટેસ્ટ પછી શકમંદોની ખોટી રીતે ધરપકડો થઈ હોવાનું બહાર આવ્યું હતું અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં પણ લેવાયા હતાં. આ કેસમાં આ ટેસ્ટે સત્ય શોધવામાં મદદ કરી હતી.

આ બન્ને કિસ્સાઓ જોતા આ ટેસ્ટ સાચા ગુનેગારોને પકડી પાડે છે, એટલું જ નહીં, નિર્દોષ આરોપીઓનો છૂટકારો પણ કરાવી શકે છે. વિધાનસભામાં નાર્કો ટેસ્ટની વિગતવાર માહિતી આપતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વર્ષ ર૦૦૭ નું એક અન્ય ઉદાહરણ પણ ટાંક્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00