નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

સરકાર રચવાની અમને તક ન મળી તો થશે લોહિયાળ સંઘર્ષઃ ગુલામનબી આઝાદ

નવી દિલ્હી તા. ૧૬ઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ધમકી ઉચ્ચારી છે કે જો રાજ્યપાલ કોંગ્રેસ-જે.ડી.એસ.ના ગઠબંધનને સરકાર રચવાનું આમંત્રણ નહીં આપે તો લોહિયાળ સંઘર્ષ થશે. તેમણે ભાજપ પર ધારાસભ્યો ખરીદવા ધમકાવાઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

કર્ણાટકની રાજનીતિમાં આગ ઓકી રહેલા આકાશની ગરમીને પણ સારી કહેવડાવે તેવો ગરમીનો પારો જોવા મળી રહ્યો છે. ધારાસભ્યોને પોતાના પક્ષમાં લેવાથી લઈને કોણ સરકાર રચશે તેને લઈને ચિત્ર હજુ સ્પષ્ટ નથી થઈ રહ્યું ત્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ધમકી ઉચ્ચારી છે.

વરિષ્ઠ કોંગી નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છે કે, ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદવા ધમકાવી રહ્યું છે. તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપને લોકતંત્ર પર વિશ્વાસ નથી. ભારે રાજકીય ઉચાટ વચ્ચે આઝાદે કહ્યું કે, જો રાજ્યપાલે બંધારણીય મૂલ્યોનું પાલન ના કર્યું અને અમને સરકાર બનાવવાની તક ના આપી તો અહીં લોહિયાળ સંઘર્ષ થશે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી ભાજપ પાસે બહુમતનો આંકડો નથી. ભાજપ પાસે ૧૦૪ જ ધારાસભ્યો છે, જ્યારે અમારી (કોંગ્રેસ-જેડીએસ) પાસે ૧૧૭ બેઠકો છે. આ સ્થિતિમાં રાજ્યપાલ પક્ષપાતભર્યું વલણ ના અપનાવી શકે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો અસંતુષ્ઠ હોવાની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં ભાજપના ધારાસભ્યો અસંતુષ્ઠ છે.

શું એક વ્યક્તિ જે બંધારણને બચાવવા માટે રાજભવનમાં બેઠો છે, તે તેને નષ્ટ કરી દેશે? તેવો સવાલ ઊઠાવી તેમણે કહ્યું કે, એક રાજ્યપાલે પોતાના તમામ જુના સંબંધોનો અંત આણવાનો હોય છે. તે પછી ભલે ભાજપનો હોય કે કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષનો હોય.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00