તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

ખંભાળિયામાં ગાંધીનગરથી ત્રાટકેલી વિજીલન્સે પકડી પાડયો જુગાર

જામનગર તા. ૯ ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગઈકાલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલનો કાફલો ગાંધીનગરથી ત્રાટક્યો હતો તેઓએ દસ શખ્સોને વર્લીના આંકડા લેતા પકડી પાડયા છે. જ્યારે દ્વારકા, ભાણવડ તેમજ ખંભાળિયામાંથી પોલીસે વર્લી-મટકા, એકીબેકી અને તીનપત્તીનો જુગાર ઝડપી લીધો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જુગારની બદી બેફામ બની હોવાની બાતમી ૫રથી ગઈકાલે ગુજરાત સ્ટેટ મોનીટરીંંગ સેલ ખંભાળિયામાં ત્રાટકી હતી.

આ ટૂકડીએ મિલન ચાર રસ્તા પાસે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખી જુગાર રમાડી રહેલા રામનાથ સોસાયટીમાં રહેતા હિતેશ વલ્લભદાસ ગોકાણી, મહાપ્રભુજી બેઠક પાસે રહેતા કિરીટ ગોરધનદાસ સાયાણી, વણકરવાસમાં રહેતા ચનાભાઈ નારણભાઈ ડોરૃ, સોની બજારમાં વસવાટ કરતા પ્રકાશ કેશવલાલ સંપટ, ચાર રસ્તા પાસેે રહેતા પ્રકાશ લાલજીભાઈ રાઠોડ, ભરત બાબુલાલ પંચોલી તેમજ કોઠાવિસોત્રીના વિરાભાઈ કારાભાઈ લાઢવા, જામનગર તાલુકાના ગાગવાધારના નથુભાઈ રામાભાઈ માતંગ, હસમુખ દેવરાજભાઈ મધુડિયા તથા સન્ની વિનુભાઈ ચુનારા નામના દસ શખ્સોને પકડી પાડયા હતા.

આ શખ્સોના કબજામાંથી રૃા.૮૩૩૪૦ રોકડા, આઠ મોબાઈલ, વર્લીના આંકડા લખેલી સાત બુક મળી કુલ રૃા.૮૯૩૪૦નો મુદ્દામાલ કબજે કરી તમામ શખ્સો સામે સ્ટેટ મોનીટરીંગ સેલના હે.કો. ડી.ડી. ભીમાણીએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં દસ શખ્સો ઝડપાતા ચકચાર જાગી છે. આ દરોડા વેળાએ ખંભાળિયાના વિજય વિનોદભાઈ સાયાણી ઉર્ફે ભોલો તથા અન્ય ત્રણ શખ્સો નાસી ગયા હોવાનું પણ નોંધાયું છે.

દ્વારકાના ઈસ્કોન ગેઈટ સામે ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ભોલા ટપુભાઈ વિઠલાણી, ધર્મેન્દ્ર ઠાકરશી નથવાણી, જાલુભા હોથીભા માણેક તથા હિમતભા હોથીભા માણેક નામના ચાર શખ્સોને એલસીબીએ પકડી પાડયા છે. પટમાંથી રૃા.૮૬૬૦ રોકડા કબજે કરી એલસીબીના હે.કો. અરજણભાઈ મારૃએ ચારેય શખ્સો સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયાના જોધપુર નાકા પાસે આવેલા સ્વસ્તિક કોમ્પલેક્ષ નજીકની ગલીમાં ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લી-મટકાના આંકડા લઈ રહેલા ધીરજ નાનજીભાઈ પાઉં, નારણભાઈ કેશવભાઈ જામ, ચેતન જમનાદાસ સવાણી નામના ત્રણ શખસોને પોલીસે પકડી લીધા છે. તેઓના કબજામાંથી રૃા.૧૪૭૦૦ રોકડા ઝબ્બે લેવામાં આવ્યા છે. આ કેસમાં વિજય વિનોદરાય સવાણી ઉર્ફે ભોલાને ફરાર બતાવવામાં આવ્યો છે.

ભાણવડના આશાપુરા ચોકમાંથી ગઈકાલે સાંજે એલસીબીએ રાજેશ કાનજીભાઈ ભુંડિયા તથા નરેન્દ્રસિંહ જીવુભા ઝાલા નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર પર એકીબેકીનો જુગાર રમતા રૃા.૫૭૦૦ ઝબ્બે લીધા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00