આધારકાર્ડ મામલે સુપ્રિમ કોર્ટનો મહત્વનો આવ્યો ચુકાદોઃ ૬ થી ૧૪ વર્ષના બાળકોના સ્કૂલ એડમિશન માટે જરૃરી નથી આધાર કાર્ડઃ આધાર માત્ર ઓળખ માટે જ જરૃરીઃ મોબાઈલ-બેંક ખાતા માટે અનિવાર્ય ન કરી શકાય / કાર્ટની કાર્યવાહીનું થશે હવે લાઈવ પ્રસારણઃ લો સ્ટુડન્ટએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે રાખી માન્ય / બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કેન્દ્ર સરકારે કરી દીધા ઉંચા હાથઃ કહ્યું ગુજરાત સરકારની છે જવાબદારી /

જામનગરના બર્ધનચોકમાં રેંકડી-પથારાનું દબાણ હટાવી માલસામાન કબજે કરાયો

જામનગર તા. ૧૧ઃ જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની ટીમએ ગઈકાલે શહેરમાં ટ્રાફિક અડચણ રૃપ દબાણો અંગેની જાત માહિતી મેળવી હતી. આ પછી મોડી રાત્રે બર્ધનચોક-દરબારગઢ વિસ્તારમાંથી તંત્ર દ્વારા રેંકડી, પથારાવાળાનો માલસામાન કબજે કરવામાં આવ્યો હતો.

જામનગરમાં રેંકડી, કેબિનોના જાહેર માર્ગ ઉપરના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જામનગરમાં આ સમસ્યા અંગે વ્યાપક ફરિયાદો ઊઠવા પામી હતી.

દરમિયાન ગઈ સાંજે મેયર હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમૂર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભષ જોષી સહિતની ટીમ દ્વારા મહાનગરપાલિકાના અધિકારી મુકેશ વરણવા, ચેરમેન વિભાગના રાજભા ચાવડા સહિતનાઓને સાથે રાખીને શહેરના જુદા જુદા વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી. ખોડિયાર કોલોની, બેડેશ્વર પુલ માર્ગ, રણજીત રોડ, સુપર માર્કેટ, બેડીગેઈટ, શાકમાર્કેટ, બર્ધનચોક, હવાઈચોક, સાધના કોલોની, તળાવની પાળ, સહિતના વિસ્તારોમાં આ મુલાકાત કરવામાં આવી હતી અને રેંકડી, કેબિનોના દબાણો અંગે જાતનિરીક્ષણ કર્યા પછી તમામ દબાણો દૂર ખસેડવા માટે મેયર સહિતની ટીમ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ પછી ગત્ મોડી રાત્રે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના બર્ધનચોક વિસ્તારમાંથી ૧૭ જેટલી રેંકડીઓ કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત પથારા પણ દુર ખસેડી જાહેર માર્ગ ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જામનગરને રેંકડી દબાણ મુક્ત કરવા દબાણહટાવ ઝુંબેશ યથાવત્ ચાલુ રહેશે તેમ જાણવા મળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00