ત્રિજા દિવસે તોગડિયાએ કર્યા પારણાઃ કહ્યું મારી લડાઈ ચાલુ જ રહેશેઃ / બીટકોઈન કેસ મામલે અડાલજ પાસે ક્રાઈમ બ્રાન્ચે પીઆઈ અનંત પટેલની કરી ધરપકડ /
જામનગર તા. ૧૬ઃ જામનગર તાલુકાના ઠેબા ગામમાં શૌચાલયના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ લાંચ-રૃશ્વત વિરોધી શાખા સમક્ષ કરવામાં આવી છે.
ઠેબા ગામના લાલજીભાઈ નાથાભાઈ રાતડિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સરકારની ઘરે-ઘરે શૌચાલય યોજના અંતર્ગત તાલુકા પંચાયત હસ્તક આ શૌચાલય માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
કોન્ટ્રાક્ટરના માણસોએ પોતાના ઘરે આવી સિમેન્ટના બેલાની દીવાલ ઊભી કરી માથે પાપડી નાખી દીધી, પરંતુ પ્લાસ્ટર કરવાની ના પાડી દેવામાં આવી હતી તથા સેફ્ટી ટેન્ક માટે ખાડો ખોદવાની પણ ના પાડી હતી.
આ કામના કોન્ટ્રાક્ટર મહિલા કાજલબેન સંઘાણી સામે તલાટી-મંત્રી જે.પી. હાથલિયાને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તેઓ સ્થળ તપાસ માટે આવ્યા ન હતાં. આ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી.
આ મહિલા કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં જેટલા શૌચાલયો બનાવવામાં આવ્યા છે તે તમામમાં નબળું કામ થયું છે અને લાખો રૃપિયાનો ભ્રષ્ટાચાર થયો છે.
આથી આ સમગ્ર પ્રકરણની તપાસ કરી જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવી જોઈએ.