યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

વિશ્વ મહિલા દિને ગુજરાત વિધાનસભાનું સંચાલન નિમાબેન આચાર્યે સંભાળ્યું હતું

ગાંધીનગર તા. ૮ (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)ઃ રાજ્ય સહકારી સંઘ દ્વારા ગાંધીનગર ટાઉનહોલમાં મહિલાઓના સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ જણાવ્યું કે વિશ્વ મહિલા દિન નિમિત્તે સંમેલન બોલાવાયું તે અભિનંદનને પાત્ર છે. જન્મ આપનાર એક માતા, પુરુષ અને સ્ત્રીનું ઘડતર ભગવાન કરતા હોય છે.

તેની મહિલાની કાળજી ભગવાન રાખે છે. આપણે વિકાસની કામગીરી કરવી પડશે. ધર્મમાં પણ માતાજી સ્વરૃપ આગળ ધરવામાં આવે છે. સરકારી માળખામાં પણ મહિલાઓને સ્થાન મળવું જોઈએ. આજના દિવસે સહકારી ક્ષેત્રમાં પણ ચર્ચાઓની અમલીકરણ કરાવવું પડશે. સરકારના દિપ્તિબેન પટેલ પણ મહિલાને અનામત સ્વરૃપે શુભેચ્છાની ભેટ આપવી જોઈએ તેમ જણાવ્યું હતું.

દરમિયાન આજે વિધાનસભા ગૃહમાં પણ મહિલા દિન નિમિત્તે અધ્યક્ષપદ ઉપર ડો. નિમાબેન આચાર્યએ કારભાર સંભાળ્યો હતો. ગંગાને સાફ કરતા બેંકો સાફ થઈ જાય તેવું કોંગ્રેસના રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું. કોંગ્રેસના નિરંજન પટેલએ પણ જણાવ્યું કે નદીને માતા કહેવાય છે ત્યારે ધંધાની પણ સફાઈ થવી જોઈએ.

કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું કે, સરકાર લાજવાના બદલે ગાજે છે અને બેંકોના કૌભાંડ થઈ રહ્યા છે. તેનો જવાબ આપતા નીતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં ચારે બાજુ બાકોરા પાડી દીધા અને લોકો પૈસા લઈ ગયા હતાં. આજે અમારે વેલ્ડીંગ કરવાનો વારો આવ્યો છે.

પ્રજાની તિજોરી ઉપર તમારો પંજો પડ્યો હતો, તમારા નેતાએ તો ઢોરવાડાના રફાળેશ્વરનું ઘાંસ પણ છોડ્યું ન હતું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉગ્રતાથી જણાવ્યું કે કોંગ્રેસ ચોખ્ખી છે જ નહીં. તમારે અમારૃં સાંભળવું જ પડશે. તમારી સરકારે જંગલો સાફ કરી નાખ્યા ત્યારે અમારી સરકાર લીલોતરી ઉગાડવાનું કામ કરે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00