દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

દેશના ૧૭૦૦ થી વધુ સાંસદો-ધારાસભ્યો દાગીઃ અદાલતોમાં ત્રણ હજારથી પણ વધુ કેસ પેન્ડીંગ

નવી દિલ્હી તા. ૧૩ઃ કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. દેશના ૧૭૦૦ થી વધુ સાંસદો-ધારાસભ્યો સામે ૩૮૧૬ ફોજદારી કેસોમાંથી માત્ર ૭૭૧ કેસોનો જ ચૂકાદો આવ્યો છે, જ્યારે અદાલતોમાં હજુ ત્રણ હજારથી વધુ કેસો પેન્ડીંગ છે.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂ કરેલા એક સોગંદનામામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર દેશમાં ૧૭૦૦ થી વધુ વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સામે લગભગ ૩,૦૪પ ફોજદારી કેસ પડતર છે. તેમાં સૌથી ઉપરના સ્થાને ઉત્તરપ્રદેશ છે. અહીંના ર૪૮ સાંસદો અને ધારાસભ્યો સામે કેસ ચાલી રહ્યા છે. તે પછી તમિલનાડુ, બિહાર અને પશ્ચિમ બંગાળનો નંબર આવે છે. તામિલનાડુના ૧૭૮, બિહારના ૧૪૪ અને પશ્ચિમ બંગાળના ૧૩૯ પ્રતિનિધિ હાલમાં અદાલતના ચક્કર કાપી રહ્યા છે. દક્ષિણના રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગણાની સ્થિતિ પણ સારી નથી. અહીં અંદાજે ૧૦૦ જનપ્રતિનિધિ અદાલતમાં કેસોનો સામનો કરી રહ્યા છે.

સુપ્રિમને સોંપવામાં આવેલા સોગંદનામામાં જણાવ્યા મુજબ ર૦૧૪ થી ર૦૧૭ વચ્ચે ૧૭૬પ જેટલા સાંસદ-વિધાનસભ્યો ૩૮૧૬ જેટલા ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા હતાં. દેશભરની હાઈકોર્ટ પાસેથી પાંચ માર્ચના માહિતી મગાવીને આ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે.

સુપ્રિમ કોર્ટ હાલમાં ભાજપ નેતા અશ્વિન ઉપાધ્યાય દ્વારા દાખલ એક જાહેરહિતની સુનાવણી હાથ ધરી રહી છે. ભાજપ નેતાએ દોષિત લોક પ્રતિનિધિઓ સામે ચૂંટણી લડવા સામે આજીવન પ્રતિબંધ લાદવાની માગણી કરી છે. સુપ્રિમ કોર્ટે આમ તો વર્ષ ર૦૧૪ માં જ જનપ્રતિનિધિઓ સામે ચાલી રહેલા કેસનો ઉકેલ એક વર્ષમાં લાવવા ફરમાવ્યું હતું, પરંતુ તેવું થઈ શક્યું નથી. સ્પષ્ટતા થઈ છે કે નીચલી અદાલતો જ સુપ્રિમ કોર્ટના ફરમાનની અવગણના કરી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૩૮૧૬ માંથી માત્ર ૭૭૧ કેસમાં જ ચૂકાદા આવી શક્યા છે જ્યારે હજી ૩૦૪પ કેસ બાકી છે જેના પર હજી સુનાવણી થવાની બાકી હોવાથી પેન્ડીંગ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00