ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

વ્યાપમ ગોટળાના કેસમાં પૂર્વ મંત્રી સહિત ૮૭ સામે સીબઈઆઈની ચાર્જશીટ

નવી દિલ્હી તા. ૯ઃ સીબીઆઈએ વ્યાપમ ગોટાળાના કેસમાં એક પૂર્વ મંત્રી સહિત ૮૭ સામે ચાર્જશીટ દાખલ કરી છે.

વ્યાપમ ગોટાળા મામલે સી.બી.આઈ.એ ૮૭ લોકો સામે ભોપાલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે જેમાં પૂર્વ ટેકનિકલ મંત્રી અને તેના ઓ.ઓ.એસ.ડી.નો પણ સમાવેશ થાય છે. વ્યાવસાયિક પરીક્ષા મંડળ, વ્યાપમ દ્વારા લેવાયેલી શિક્ષકોની ભરતી પરીક્ષામાં ગોટાળાની શંકાના પગલે સી.બી.આઈ.એ તેની સામે કેસ દાખલ કરેલો હતો. ૧૯ ફેબ્રુઆરી ર૦૧ર ના લેવાયેલી આ પરીક્ષામાં બેઠેલા ૭૩ પરીક્ષાર્થીઓની ઓ.એમ.આર. શીટ અને માર્કશીટમાં ગોટાળા હોવાનું જણાયું હતું. જેની ઓ.એમ.આર. શીટમાં ઓછા અને માર્કશીટમાં વધુ માર્ક હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે સી.બી.આઈ.એ જણાવ્યું હતું કે કુલ ૮૭ ના નામ આરોપનામામાં છે તેમાં ૭૩ ઉમેદવારો, ૧૧ વચેટિયાઓ તથા પૂર્વ મંત્રી અને વ્યાપમના અધિકારીઓનો સમાવેશ થાય છે. વ્યાપમ મામલે સી.બી.આઈ. અધિકારીઓએ અત્યાર સુધીમાં ૮૦૦ વ્યક્તિઓ સામે આરોપનામા દાખલ કર્યા છે. આ કેસ ભાજપ સરકાર માટે ક્ષોભજનક બની રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00