તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

ભાણવડમાં ઘરફોડ ચોરીઃ અડધા લાખની મત્તા ગઈ

જામનગર તા.૯ ઃ ભાણવડના ખરાવાડમાં આવેલા મકાનમાં પોણા બે મહિના પહેલા રોકડ-દાગીના મળી રૃા.અડધા લાખની ઘરફોડ ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ખરાવાડ વિસ્તારમાં રહેતા રમેશભાઈ જાદવજીભાઈ નકુમ પોતાનું મકાન બંધ કરીને ગઈ તા.૧૧ ડિસેમ્બરે બહારગામ ગયા હતા.

ત્યાર પછી તા.૧૩ના દિવસે પરત આવેલા રમેશભાઈએ મકાનના મુખ્ય બારણાનો નકૂચો તથા તાળા તૂટેલા જોયા હતા. તેઓએ અંદર તપાસ કરતા કબાટમાં રોકડ તથા ચાંદીના દાગીના ન જોવા મળતા તેઓએ કુલ રૃા.૪૭૦૫૦ની મત્તા ચોરી કરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે ગઈકાલે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૨, ૪૫૪, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00