દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

આગામી વર્ષે પરા-વાડી વિસ્તારોમાં રીચાર્જીંગની કાર્યવાહી હાથ ધરાશે

જામનગર તા. ૧૧ઃ જિલ્લા પાણી સમિતિ-ર૦૧૮ ની ૧૯મી બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર રવિ શંકરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર શહેર નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

સુજલામ - સુફલામ જળસંચય અભિયાન હેઠળ તળાવ ઉંડા/રીપેરીંગ કરેલ છે તે તળાવો પાણીથી ભરાય તેની માહિતી રાખવા અને લાખાબાવળનું તળાવ ઉંડું કરવા મટો જિલ્લા કલેક્ટરએ સંલગ્ન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. આગામી વર્ષમાં પરા-વાડી વિસ્તારમાં ટેન્કર ન ચલાવવા પડે તે માટે જરૃરિયાત મુજબના કામો તથા રિચાર્જીંગની કાર્યવાહી થઈ શકે તે જોવા પણ કલેક્ટરએ જરૃરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતાં. વધુમાં જિલ્લાની ચાર નગરપાલિકા છે. જેમાં જામજોધપુર નગરપાલિકા દ્વારા પાણી વેરો પૂરેપૂરો ભરી આપ્યો છે. જામનગર જિલ્લામાં હાલમાં કુલ ૧પ ગામ તથા ર૬ પરા વિસ્તારમાં ૧૦ હજાર લીટરના કુલ ૧૦ર ફેરા ટેન્કર પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ બેઠકમાં રાહત કમિશ્નર જી.બી. મુગલપરા, ડીડીઓ પ્રસશ્તિ પારીક, નિવાસી અધિક કલેક્ટર કેલૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગાંધી, પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00