બિહારમાં સ્કૂલથી ૫રત આવી રહેલા બાળકોને કારે કચડયાઃ ૯ બાળકોના મૃત્યુ / મોદીની પર૩ કરોડની ર૧ પ્રોપર્ટી કરાઈ જપ્ત ઃ કુલ ૬૯૩૯ કરોડની કરાઈ જપ્તી / વેરાવળમાં દલિત યુવાનને જીવતો સળગાવવા ૪ શખ્સોએ કર્યાે પ્રયાસ / અફઘાનિસ્તાનમાં સૈન્ય કેમ્પ પર હુમલામાં ૧૮ સૈનિકો અને ર૩ નાગરિકોના નિપજયાં મૃત્યુ /

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તેર પોલીસકર્મીઓની અરસપરસ બદલી

જામનગર તા. ૧૩ ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તેર પોલીસકર્મીઓના ફરજના સ્થળની જિલ્લા પોલીસવડાએ અરસપરસ બદલી કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૫ોલીસતંત્રમાં ફરજ બજાવતા તેર પોલીસકર્મીઓની ગઈકાલે જિલ્લા પોલીસવડા રોહન આનંદે અરસપરસ બદલી કરી છે.

હાલમાં ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હે.કો.ની ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ મોતીભાને સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં, બોઘાભાઈ કેસરિયા તથા સહદેવસિંહ નાથુભાને પણ સલાયા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે નઝમાબેન સીદીકભાઈ (મહિલા લોકરક્ષક)ને વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં, દામજીભાઈ કણઝારિયાને ઓખા મરીંન પોલીસ સ્ટેશનમાં નિયુક્તિ આપવામાં આવી છે.

જ્યારે મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારી જનકબેન ટમાલિયાને તથા મીરાબેન ચાવડાને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં, સલાયાથી વનીતાબેન સોમાભાઈ વાઘેલાને મહિલા પોલીસ સ્ટેશનમાં, મીઠાપુરથી ભીખાલાલ જી. પરમારને ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. સલાયા મરીનના કર્મચારી રમેશભા ધાંધાભાને મીઠાપુર, રાજુભાઈ ગોજિયાને કલ્યાણપુરથી ભાણવડ તેમજ પોલીસ હેડ કવાર્ટરથી જયશ્રીબા ગુલાબસિંહ પરમારને ખંભાળિયા અને ટ્રાફિક શાખામાંથી કુલદીપસિંહ એલ. જાડેજાને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00