આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

સિમલાના જંગલમાં જીપીએસ, રેડિયોટેગ, ડ્રોનનાં ઉપયોગથી વૃક્ષ બચાવો અભિયાન

સિમલા તા. ૧૧ઃ ૨૨ વર્ષિય ફોરેસ્ટ ગાર્ડ યુવતી સિમલામાં હાથમાં મોબાઈલને બદલે જીપીએસ ડિવાઈસ લઈને જોવા મળે તો હવે સ્થાનિકોને આશ્ચર્ય નહીં પણ ખુશી થાય છે કારણ કે સિમલામાં વૃક્ષોનું છેદન રોકવા અને પ્રકૃતિના સંરક્ષણમાં સહભાગી બનવા હવે અત્યાધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે.

હિમાચલપ્રદેશમાં ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા વૃક્ષોના સંરક્ષણ માટે એક વિશેષ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અંદાજિત ૪ લાખ જેટલા વૃક્ષો હોવાનું વનવિભાગના અધિકારીઓ જણાવે છે. ૧૫ માર્ચ ૨૦૧૮ સુધીમાં આ તમામ વૃક્ષોમાંથી ૨,૮૧,૭૮૦ જેટલા વૃક્ષોમાં જીપીએસ ટેગ લગાવી દેવામાં આવ્યા છે અને આ પ્રકારે જ કામગીરી યથાવત રહે તો ઓક્ટોબર સુધીમાં તમામ વૃક્ષોનો ટાર્ગેટ પૂરો થઈ જશે. આ મુજબ સિમલા વનવિભાગ પાસે વૃક્ષો અંગેનો જીપીએસ ડેટા અને વૈજ્ઞાનિક પદ્ધતિનો માહિતી સંગ્રહ ઉપલબ્ધ થઈ શકશે. જે વૃક્ષોમાં જીપીએસ ટેગ લગાવાશે તે મોબાઈલથી પણ જોડાયેલા રહેશે અને વૃક્ષો કપાશે કે તરત જ તેનો એલર્ટ મેળવી શકાશે. ટેગ નંબર પણ ઉપલબ્ધ રહેશે.

ગયા ઓક્ટોબરમાં જનહિત યાચિકામાં ગેરકાયદેસર રીતે કપાતા વૃક્ષોનો મુદ્દો ચર્ચાયો હતો જેને અનુસંધાને કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે દરેક વૃક્ષ અને છોડવાઓની ભૌગોલિક પરિસ્થિતિની નોંધ (નક્શામાં તેના નિર્દેશન) અને તેમાં રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટીફીકેશન (આરએફઆઈડી) ટેગ લગાવવો આવશ્યક છે. સેટેલાઈટ તથા ડ્રોનથી વૃક્ષોના અસ્તિત્વની બાજ નજર રાખવી પણ જરૃરી બનશે.

સિમલામાં આ પ્રયોગ સફળ થયા બાદ વૃક્ષોના સંરક્ષણની આ આધુનિક પદ્ધતિ સમગ્ર હિમાચલ પ્રદેશમાં પણ લાગુ કરી શકાશે. વિશ્વમાં શહેરી કક્ષાએ ધબકતું એવું સિમલાનું જંગલ પ્રાચીનતામાં અગ્રક્રમે છે. આડેધડ કપાતા જંગલોના રક્ષણ માટે દરેક રાજ્યએ હવે સમયસર જાગી જવું અત્યંત જરૃરી બની ગયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00